Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 ઇન્ટરનૅશનલની નંબર વન બોલર બની દીપ્તિ શર્મા

વિમેન્સ T20 ઇન્ટરનૅશનલની નંબર વન બોલર બની દીપ્તિ શર્મા

Published : 16 June, 2026 10:55 AM | Modified : 16 June, 2026 10:55 AM | IST | Birmingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત માટે વિમેન્સ T20માં બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની

દીપ્તિ શર્મા

દીપ્તિ શર્મા


ઍજબેસ્ટમાં વર્લ્ડ કપ મૅચ દરમ્યાન ભારતે પાકિસ્તાન સામેની સૌથી મોટી ૬૪ રનની T20 જીત નોંધાવી હતી. ભારતની ૨૮ વર્ષની સ્પિનર દીપ્તિ શર્માએ ૪ ઓવરમાં માત્ર ૧૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વિમેન્સ T20માં ભારત તરફથી બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરીને દીપ્તિ શર્મા પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.

વિમેન્સ T20માં ૨૦૧૨માં ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઑસ્ટ્રેલિયા સામે ૧૧  રન આપીને પાંચ વિકેટ લઈને ભારત માટે બેસ્ટ બોલિંગ પ્રદર્શન નોંધાવ્યું હતું. ૨૦૨૩માં ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે અંગ્રેજ ટીમ સામે ૧૫ રન આપીને પાંચ વિકેટ લઈને ભારત માટે બેસ્ટ T20 વર્લ્ડ કપ પ્રદર્શન નોંધાવ્યું હતું. સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ આ બન્નેના રેકૉર્ડ તોડ્યા હતા.



દીપ્તિ શર્મા વિમેન્સ T20 ઇન્ટરનૅશનલની નંબર વન બોલર બની છે. દીપ્તિ શર્માએ ૧૪૫ T20 મૅચમાં ૧૬૬ વિકેટ લીધી છે. થાઇલૅન્ડની બાવીસ વર્ષની સ્પિનર થિપાચા પુટ્ટાવૉન્ગ ૧૦૫ મૅચમાં ૧૬૫ વિકેટ સાથે હવે આ લિસ્ટમાં બીજા ક્રમે સરકી ગઈ છે. દીપ્તિ શર્મા ભારત માટે બે વખત T20 મૅચમાં પાંચ વિકેટ લેનાર પહેલી બોલર બની છે. 


ઇતિહાસ રચવાથી બે વિકેટ દૂર છે દીપ્તિ શર્મા

દીપ્તિ શર્માએ વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ લેનાર પહેલી સ્પિનર બનવાની સિદ્ધિ મેળવી હતી. ભારતની ઝુલન ગોસ્વામી ફાસ્ટ બોલર તરીકે આ કમાલ કરી ચૂકી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ ૩૫૫ વિકેટ લેવાનો ઝુલન ગોસ્વામીનો રેકૉર્ડ હવે ખતરામાં છે.


આ વર્લ્ડ કપ દરમ્યાન વધુ બે વિકેટ લઈને દીપ્તિ શર્મા વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નંબર વન બોલર બનશે. ટેસ્ટ-ક્રિકેટમાં બાવીસ વિકેટ, વન-ડે અને T20 ફૉર્મેટમાં ૧૬૬-૧૬૬ વિકેટ સહિત ૩૫૪ વિકેટ સાથે દીપ્તિ શર્મા સૌથી વધુ વિકેટ લેનાર બીજી બોલર છે. 

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 10:55 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK