Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સંજુ સૅમસનના શૌર્ય સામે નબળું પડ્યું કૅરિબિયન તોફાન

સંજુ સૅમસનના શૌર્ય સામે નબળું પડ્યું કૅરિબિયન તોફાન

Published : 02 March, 2026 11:54 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટ ઇન્ડીઝે આપેલા ૧૯૫ રનના ટાર્ગેટને ભારતે ૧૯.૨ ઓવરમાં ૧૯૯ રન કરીને ચેઝ કર્યો, ઓપનર સંજુ સૅમસને ૫૦ બૉલમાં રેકૉર્ડ-બ્રેક ૯૭ રન ફટકાર્યા; ભારતે T20 વર્લ્ડ કપનો પોતાનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરીને સેમી-ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી મારી

સંજુ સૅમસન

સંજુ સૅમસન


T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની સુપર 8ની અંતિમ મૅચ અને ક્વૉર્ટર ફાઇનલ જેવી મૅચમાં ભારતે વિજય સાથે સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી છે. કૅરિબિયન ટીમે ૪ વિકેટે ૧૯૫ રન ફટકારી ભારતનો પડકારજનક ૧૯૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે સંજુ સૅમસનના ધમાકેદાર નૉટઆઉટ ૯૭ રનના આધારે ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૯ રન કરીને પહેલી વખત T20 વર્લ્ડ કપનો ૧૮૦+નો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સંજુ T20 વર્લ્ડ કપમાં રન-ચેઝ દરમ્યાન ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બૅટર બન્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝના ઓપનર્સ રોસ્ટન ચેઝે ૪૦ રન અને કૅપ્ટન શેઇ હોપે ૩૨ રનની મદદથી ૬૮ રનની મજબૂત ઓપનિંગ ભાગીદારી કરી હતી. રોવમૅન પોવેલે ૧૯ બૉલમાં ૩ ફોર, બે સિક્સની મદદથી ૩૪ રન અને જેસન હોલ્ડરે બાવીસ બૉલમાં બે ફોર, ૩ સિક્સના આધારે ૩૭ રન કરીને ભારતને પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો. ભારત માટે જસપ્રીત બુમરાહે બે વિકેટ, હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ ૧-૧ વિકેટ ઝડપી હતી.



રન-ચેઝ દરમ્યાન ઓપનર સંજુ સૅમસને ૫૦ બૉલમાં ૧૨ ફોર, ૪ સિક્સ ફટકારીને ૯૭ રન કર્યા હતા. તિલક વર્માએ ૧૫ બૉલમાં ૨૭ રન, કૅપ્ટન સૂર્યાએ ૧૫ બૉલમાં ૧૮ રન અને હાર્દિક પંડ્યાએ ૧૪ બૉલમાં ૧૭ રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝના પેસ બોલર જેસન હોલ્ડરે ટીમ માટે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.


સંજુ સૅમસનનું પ્રદર્શન

રન

૯૭

બૉલ

૫૦

ફોર

૧૨

સિક્સ

સ્ટ્રાઇક-રેટ

૧૯૪

76


T20 ઇન્ટરનૅશનલ સિરીઝ કે ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ આટલી સિક્સ ફટકારનારી ફુલ નેશન મેમ્બર ટીમ બની વેસ્ટ ઇન્ડીઝ. 

19

આટલી સિક્સ સાથે ફરી એક T20 વર્લ્ડ કપ સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બૅટર બન્યો શિમરન હેટમાયર. 

સેમી-ફાઇનલનું શેડ્યુલ

ચાર માર્ચ : સાઉથ આફ્રિકા  vs ન્યુ ઝીલૅન્ડ (કલકત્તા)
પાંચ માર્ચ : ઇંગ્લૅન્ડ vs ભારત (મુંબઈ)

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 11:54 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK