ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે
સ્ક્વૉડની જાહેરાત માટેની ઇવેન્ટમાં ચૅમ્પિયન્સ ટ્રોફી સાથે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર્સ અને ચૅરપર્સન.
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે ૧૫ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી હતી. ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર પહેલી વાર ICC ઇવેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે. તેણે એક વિડિયો દ્વારા ચૅમ્પિયન્સ ટ્રોફી માટે સ્ક્વૉડની જાહેરાત કરી હતી જેમાં કેન વિલિયમસન, ટૉમ લૅધમ અને મિચલ સૅન્ટનર જ માત્ર એવા કિવી પ્લેયર્સ છે જેમણે ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફી રમી છે.
અનુભવી ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન અને બેન સીયર્સે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં વાપસી કરી છે. ફાસ્ટ બોલર વિલ ઓ’રોર્ક અને નૅથન સ્મિથને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તેમની પહેલી ICC ટુર્નામેન્ટ હશે. શ્રીલંકા સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર મીડિયમ ફાસ્ટ બોલર જેકબ ડફીને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્રને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુ ઝીલૅન્ડ ટીમઃ મિચલ સૅન્ટનર (કૅપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચૅપમૅન, ડેવોન કૉન્વે, લૉકી ફર્ગ્યુસન, મૅટ હેન્રી, ટૉમ લૅધમ, ડેરિલ મિચલ, વિલ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રાચિન રવીન્દ્ર, બેન સીઅર્સ, નૅથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.

