ભાઈઓ હાર્દિક અને કૃણાલ પંડ્યા ક્રિકેટના મેદાન બહારની કૃતજ્ઞતા, નમ્રતા અને વફાદારીનો અનોખો કિસ્સો હાલમાં તેમના બાળપણના ક્રિકેટ કોચ જિતેન્દ્ર સિંહે સંભળાવ્યો છે
હાર્દિક પંડ્યા કોચ સાથે
વડોદરાના ઑલરાઉન્ડર ભાઈઓ હાર્દિક અને કૃણાલ પંડ્યા ક્રિકેટના મેદાન પર યોદ્ધાની જેમ રમવા માટે જાણીતા છે. તેમની મેદાન બહારની કૃતજ્ઞતા, નમ્રતા અને વફાદારીનો અનોખો કિસ્સો હાલમાં તેમના બાળપણના ક્રિકેટ કોચ જિતેન્દ્ર સિંહે સંભળાવ્યો છે. એક ઇન્ટરવ્યુમાં આ કોચે ખુલાસો કર્યો કે પંડ્યા બ્રધર્સ તેમને કાર ગિફ્ટ કરવા સહિત ૭૦-૮૦ લાખ રૂપિયાની નાણાકીય સહાય આપી ચૂક્યા છે.
જાન્યુઆરી ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયા સામે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યા બાદ હાર્દિકે તેમને ૫-૬ લાખ રૂપિયાની કાર સલામતી માટે ગિફ્ટ કરી હતી જેથી તેમને બાઇક દ્વારા મુસાફરી ન કરવી પડે. કોચની બહેનનાં લગ્નમાં પણ તેમણે પોતાની બહેન સમજીને તેમને આર્થિક મદદ કરી હતી. વર્ષો પછી હાલમાં પંડ્યા બ્રધર્સે કોચને બીજી કાર ખરીદવા માટે પણ પૈસા ટ્રાન્સફર કર્યા છે. સમયાંતરે બન્ને ભાઈઓ કપડાં અને પોતાની અંગત વસ્તુઓ ગિફ્ટ કરીને ગુરુદક્ષિણા ચૂકવતા રહ્યા છે.


