હાર્દિક પંડ્યાએ ગઈ કાલે પોતાનો નવો સ્ટાઇલિશ લુક શૅર કર્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
T20 એશિયા કપ 2025 માટે ગુરુવારે મુંબઈ ઍરપોર્ટથી દુબઈની ફ્લાઇટ પકડનાર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે પોતાનો નવો સ્ટાઇલિશ લુક શૅર કર્યો હતો. તેણે પોતાની સિગ્નેચર સાઇડ ફેડ કટ જાળવી રાખી હતી અને કાળા વાળને સૅન્ડી બ્લૉન્ડ રંગ કરાવ્યો હતો. તેણે પોતાની વધેલી દાઢીને પણ સારી રીતે ટ્રિમ કરાવી હતી. તેના આ સ્ટાઇલિશ લુકની સરખામણી લોકો ઇંગ્લૅન્ડના ક્રિકેટર બેન સ્ટૉક્સ અને વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર નિકોલસ પૂરન સાથે પણ કરી રહ્યા છે.


