Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દેખો ચાંદ આયા, ચાંદ નઝર આયા

દેખો ચાંદ આયા, ચાંદ નઝર આયા

05 February, 2024 07:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇરફાન પઠાણે લગ્નનાં ૮ વર્ષ બાદ બતાવ્યો પત્નીનો સુંદર ચહેરો

ઇરફાન પઠાણ ,સફા બેગ

ઇરફાન પઠાણ ,સફા બેગ


ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર અને ક્રિકેટ કૉમેન્ટેટર ઇરફાન પઠાણે તેની આઠમી લગ્નની વર્ષગાંઠ પર પત્ની સફા બેગ માટે એક સુંદર પોસ્ટ શૅર કરી છે. વડોદરામાં જન્મેલા ૩૯ વર્ષના ઇરફાન પઠાણે હજી સુધી પત્ની સફા બેગનો ચહેરો સોશ્યલ મીડિયા પર જાહેર કર્યો નહોતો. લગ્ન બાદ ઇરફાને સમયાંતરે પત્ની સાથે ઘણી તસવીરો શૅર કરી છે. દરેક તસવીરમાં તેની પત્ની પોતાનો ચહેરો છુપાવી રહી હતી. ક્યારેક માસ્ક તો ક્યારેક ચહેરા પર હાથ રાખીને, પરંતુ ત્રીજી ફેબ્રુઆરીએ લગ્નની આઠમી વર્ષગાંઠે એક સુંદર ફોટો શૅર કરીને તેના ફૅન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા.ઇરફાને લખ્યું કે ‘ઘણાં પાત્રો એક જ વ્યક્તિ દ્વારા ભજવવામાં આવી રહ્યાં છે - મૂડ બૂસ્ટર, કૉમેડિયન, સાથી, મિત્ર અને મારાં બાળકોની માતા. આ સુંદર પ્રવાસમાં તમને મારી પત્ની તરીકે મળીને હું ખૂબ ખુશ છું. લગ્નની આઠમી વર્ષગાંઠની શુભકામનાઓ, મારા પ્રેમ.’

૨૦૧૬માં પઠાણે સફા બેગ સાથે લગ્ન કર્યાનાં ચાર વર્ષ પછી જાન્યુઆરી ૨૦૨૦માં ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમણે ૨૦૧૫માં કલર્સ ટીવીના લોકપ્રિય ડાન્સ-શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો. હવે કૉમેન્ટરી સિવાય ઇરફાન પઠાણ પોતાના ભાઈ યુસુફ પઠાણ સાથે પોતાની ક્રિકેટ ઍકૅડેમી ચલાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2024 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK