ભારત સામેની સેમી ફાઇનલમાં આૅસ્ટ્રેલિયન આૅલરાઉન્ડર પર ફિક્સિંગનો આરોપ મૂક્યો પાકિસ્તાની પત્રકારે
ગ્લેન મૅક્સવેલ
પાકિસ્તાની પત્રકાર નસીમ રાજપૂતે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ પર ફિક્સિંગનો આરોપ મૂક્યો છે. નસીમ રાજપૂતનું કહેવું છે કે ચૅમ્પિયન્સ ટ્રોફીની ભારત સામેની સેમી ફાઇનલમાં ગ્લેન મૅક્સવેલ જાણીજોઈને ખરાબ રમ્યો હતો. મૅક્સવેલે સેમી ફાઇનલમાં વિરાટ કોહલીનો આસાન કૅચ છોડ્યો એનું કારણ IPLનો તેનો તગડો કૉન્ટ્રૅક્ટ છે એવો આક્ષેપ નસીમ રાજપૂતે કર્યો છે. તેમણે કહ્યું હતું કે મૅક્સવેલ ઑસ્ટ્રેલિયા માટે નહીં પણ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે રમતો હોય એવું લાગતું હતું. મૅક્સવેલ જે રીતે આઉટ થયો એની સામે પણ નસીમ રાજપૂતે સવાલ ઉઠાવ્યો છે.

