ભારતીય પ્લેયર્સ પણ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
હર્ષિત રાણા, રવીન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંહે ગંગનમ સ્ટાઇલ ડાન્સ કર્યો.
ગઈ કાલે ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને ૨૦૧૧ના વર્લ્ડ કપ બાદ વન-ડે ટાઇટલનો દુકાળ સમાપ્ત કર્યો હતો. આ સાથે ભારતીય ટીમે ન્યુ ઝીલૅન્ડ સામે પચીસ વર્ષ જૂનો બદલો પણ લીધો હતો. ૨૦૦૦માં કિવી ટીમ ભારતને હરાવીને એકમાત્ર ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જીત બાદ દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમથી લઈને ભારતની દરેક શેરીઓમાં ઉજવણી શરૂ થઈ હતી. ભારતીય પ્લેયર્સ પણ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતી દાંડિયાથી લઈને કોરિયાના ગંગનમ સ્ટાઇલ ડાન્સ સુધી તમામ પ્રકારની ઉજવણી કરીને ભારતીય પ્લેયર્સે પોતાની અપાર ખુશી વ્યક્ત કરી હતી. પરિવારને મળીને ભારતીય પ્લેયર્સ ઇમોશનલ પણ થઈ ગયા હતા. ૧૨ વર્ષ બાદ ભારતીય પ્લેયર્સ ચૅમ્પિયન્સ ટ્રોફીના આઇકૉનિક વાઇટ જૅકેટથી સન્માનિત થયા હતા. આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ જીતીને ભારતે વિશ્વને પોતાની તાકાત બતાવી દીધી છે.

