India vs New Zealand Final: બૉલ સીધો કુલદીપ પાસે ગયો તેણે એક સરળ કૅચ પૂર્ણ કર્યો અને વિલિયમસનને માત્ર 11 રન માટે આઉટ થયો. જ્યારે આ વિકેટની ટીમ ઇન્ડિયા ઉજવણી કરી રહી હતી ત્યારે વિરાટ કોહલીના ઉત્સાહ અને જોશે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: મિડ-ડે)
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 9 માર્ચે ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની ફાઇનલ મૅચ એક યાદગાર ગઈ છે. ભારતના સ્પિનર કુલદીપ યાદવે આ તકનો લાભ લીધો અને આજની ફાઇનલ મૅચમાં મહત્વપૂર્ણ સફળતાઓ આપી, જેનાથી ભારત સારી સ્થિતિમાં આવી ગયું. કુલદીપે તેની પહેલી જ ઓવરમાં રચિન રવિન્દ્રને આઉટ કર્યો ત્યારની આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી ચે. જોકે, નિર્ણાયક ક્ષણ તરત જ આવી, કારણ કે કુલદીપે તેની આગામી ઓવરમાં ન્યુઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને પેવેલિયન પાછો મોકલ્યો. આ આઉટ થવાથી મૅચ પર ભારતની પકડ મજબૂત થઈ એટલું જ નહીં પરંતુ વિરાટ કોહલી તરફથી આનંદી અને રમુજી પ્રતિક્રિયા પણ આવી.
ન્યુઝીલૅન્ડની ઇનિંગ્સની 13મી ઓવર એક ડ્રામાની ક્ષણમાં ફેરવાઇ ગઈ. કુલદીપે 81.9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતી બૉલ ફેંક્યો જે સપાટી પર થોડી અટકી ગઈ. વિલિયમસને તેને મિડ-ઓન તરફ ધકેલવાનો પ્રયાસ કરતા ખોટો સમય આપ્યો, જેના પરિણામે લીડિંગ એજ મળ્યો. બૉલ સીધો કુલદીપ પાસે ગયો તેણે એક સરળ કૅચ પૂર્ણ કર્યો અને વિલિયમસનને માત્ર 11 રન માટે આઉટ થયો. જ્યારે આ વિકેટની ટીમ ઇન્ડિયા ઉજવણી કરી રહી હતી ત્યારે વિરાટ કોહલીના ઉત્સાહ અને જોશે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ADVERTISEMENT
એકદમ ઉત્સાહિત થઈ ગયેલો વિરાટ કોહલી કુલદીપ પાસે દોડી ગયો, પાછળથી તેને ભેટી પડ્યો અને પછી ઉત્સાહથી કુદવા માંડ્યો. ઉત્સાહની એક ક્ષણમાં, તેણે લગભગ કુલદીપને પપ્પી પણ કરી લીધી હતી. આ રમુજી ઉજવણીની ક્ષણ કૅમેરમાં કેદ થઈ ગઈ અને ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના કારણે ચાહકો હવે તેના પર રીએક્ટ કરી રહ્યા છે.
CASTLED! | \ | #KuldeepYadav makes the impact straightaway, as #RachinRavindra is cleaned up courtesy a sharp googly! ??#ChampionsTrophyOnJioStar FINAL ? #INDvNZ | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!
— Star Sports (@StarSportsIndia) March 9, 2025
?? Start Watching FREE on… pic.twitter.com/VEl1RJOxfE
ભારતે ફાઇનલ પર પકડ મજબૂત કરી
ત્રણ ઝડપી વિકેટ સાથે, ભારતે ન્યૂઝીલૅન્ડને મજબૂતીથી પાછળ છોડી દીધું. અગાઉ, ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલૅન્ડના ઓપનર બૅટર રચિન રવિન્દ્ર અને વિલ યંગે સ્થિર શરૂઆત આપી હતી, પરંતુ વરુણ ચક્રવર્તીએ યંગને આઉટ કરીને પ્રથમ વિકેટ મેળવી હતી. ત્યારબાદ કુલદીપે રવિન્દ્ર અને વિલિયમસન બન્નેને ઝડપી ક્રમાંકિત રીતે આઉટ કરીને તેના ડબલ ઍટેકથી ભારતની તરફેણમાં મૅચ વાળી.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 નો ટાઇટલ મેળવવા માટે જોરદાર જંગ ચાલી રહી છે. બ્લૅક કૅપ્સે પહેલી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવતાં ભારતને 251 રન્સનો લક્ષ્યાંક આપ્યો હતો. મૅચની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે, જેમાં ભારત જીતવાની પરિસ્થિતિમાં છે, જોકે 31 ઓવરના અંત સુધી મૅન ઇન બ્લૂએ ત્રણ વિકેટ ગુમાવતાં 141 રન ફટકાર્યા છે. જેથી ભારતને હજી જીતવા 19 ઓવરમાં 111 રનની જરૂરત છે.

