આ વિડિયોમાં ૪૪ વર્ષનો ધોની પોતાના બૅટને પાવર-હિટિંગ શૉટ માટે તૈયાર કરી રહ્યો હતો.
એમએસ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સે હાલમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાનનો મહેન્દ્ર સિંહ ધોનીનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં ૪૪ વર્ષનો ધોની પોતાના બૅટને પાવર-હિટિંગ શૉટ માટે તૈયાર કરી રહ્યો હતો. તેના હાથમાં મશીન હતું જેનાથી તે બૅટના વધારાના ભાગને કાઢી રહ્યો હતો. ૨૦૦૮થી ૨૦૨૫ સુધી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમ માટે રમીને તે વિકેટકીપર તરીકે સૌથી વધુ ૨૦૧ શિકાર કરી ચૂક્યો છે. ૨૭૮ IPL મૅચમાં ૫૪૩૯ રન સાથે તે હાઇએસ્ટ રન-સ્કોરર્સના લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.
IPL પહેલાં બાવીસ માર્ચે ચેપૉક ગૂંજી ઊઠશે
ADVERTISEMENT
ચેન્નઈ સુપર કિંગ્સે ટીમના હજારો ફૅન્સ માટે ROAR-26 નામની મેગા ફૅન ઇવેન્ટની જાહેરાત કરી છે. ચેપૉક સ્ટેડિયમમાં બાવીસ માર્ચની સાંજે સુરેશ રૈના, મૅથ્યુ હેડન સહિતના ટીમના જૂના પ્લેયર્સ હાજરી આપશે. તેઓ ચેન્નઈની વર્તમાન સ્ક્વૉડ સાથે ક્રિકેટ મૅચ પણ રમશે. પ્રખ્યાત ઑસ્કર વિજેતા સંગીતકાર એ. આર. રહમાન એક ખાસ લાઇવ પર્ફોર્મન્સ પણ આપશે. આજથી ટીમની વેબસાઇટ અને ડિસ્ટ્રિક્ટ ઍપ પર આ ઇવેન્ટનું ટિકિટ-બુકિંગ શરૂ થશે.
