Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જો રૂટની ટેસ્ટ-કૅપ્ટન્સીનો રેકૉર્ડ ઑલમોસ્ટ રહ્યો છે ફિફ્ટી-ફિફ્ટી

જો રૂટની ટેસ્ટ-કૅપ્ટન્સીનો રેકૉર્ડ ઑલમોસ્ટ રહ્યો છે ફિફ્ટી-ફિફ્ટી

Published : 17 June, 2026 10:51 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાઇટક્લબની બહાર મારામારીને કારણે રેગ્યુલર કૅપ્ટન બેન સ્ટોક્સ પર તપાસ ચાલી રહી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં આજથી ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની બીજી મૅચ શરૂ થઈ રહી છે. પહેલી મૅચ જીતનાર અંગ્રેજ ટીમ જો રૂટની આગેવાનીમાં બીજી ટેસ્ટ-મૅચ રમશે. નાઇટક્લબની બહાર મારામારીને કારણે રેગ્યુલર કૅપ્ટન બેન સ્ટોક્સ પર તપાસ ચાલી રહી છે. તેને આ ટેસ્ટ-મૅચમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ૨૦૧૭થી ૨૦૨૨ દરમ્યાન જો રૂટે ૬૪ ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટનપદની જવાબદારી નિભાવી છે. તેને ૨૭ મૅચમાં જીત અને ૨૬ મૅચમાં હાર મળી હતી, જ્યારે ૧૧ મૅચ ડ્રૉ રહી હતી. કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ ૧૦૭ ટેસ્ટ-મૅચમાંથી ૪૫ મૅચમાં વિજેતા રહ્યું છે. પચીસ મૅચમાં હાર મળી છે અને ૩૭ મૅચ ડ્રૉ રહી છે. ન્યુ ઝીલૅન્ડ આ મેદાન પર ૧૯૩૧થી ૧૯૯૯ દરમ્યાન નવમાંથી માત્ર એક ટેસ્ટ-મૅચ જીત્યું છે. ચાર મૅચમાં હાર મળી અને ચાર મૅચ ડ્રૉ રહી હતી. 

ઇંગ્લૅન્ડમાં પાવર કપલ મેલી કેર અને નૅથન સ્મિથ એકબીજાને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી રહ્યાં છે




લૉર્ડ્‍સ ટેસ્ટ-મૅચ બાદ મેલી કેર અને નૅથન સ્મિથ

ન્યુ ઝીલૅન્ડનાં આ આૅલરાઉન્ડર્સ હાલમાં બ્રિટનમાં વિમેન્સ T20 વર્લ્ડ કપ અને ટેસ્ટ-સિરીઝ રમી રહ્યાં છે. ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમની કૅપ્ટન અને સ્પિનર ઑલરાઉન્ડર મેલી કેર છેલ્લાં સાડાચાર વર્ષથી ન્યુ ઝીલૅન્ડની પુરુષ ટીમના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર નૅથન સ્મિથ સાથે ડેટિંગ કરી રહી છે. હાલમાં આ બન્ને બ્રિટનમાં વિમેન્સ T20 વર્લ્ડ કપ અને ટેસ્ટ-સિરીઝ રમી રહ્યાં છે અને બ્રેકના દિવસોમાં એકબીજાને સપોર્ટ કરવા માટે બીજા શહેરના સ્ટેડિયમ સુધી ટ્રાવેલ કરી રહ્યાં છે. વર્ષ ૨૦૨૧-’૨૨માં બન્નેની મુલાકાત વૅલિંગ્ટનમાં થઈ હતી. પચીસ વર્ષની મેલી કેર પહેલાંથી જ એક ઇન્ટરનૅશનલ ક્રિકેટર હતી અને હવે વિશ્વની સૌથી બેસ્ટ વિમેન્સ ઑલરાઉન્ડર્સમાંથી એક બની ગઈ છે. જ્યારે ૨૭ વર્ષનો નૅથન સ્મિથ છેલ્લાં બે વર્ષમાં જ કિવી ટીમ માટે પચીસ મૅચ રમ્યો છે. તેણે લૉર્ડ્સ ટેસ્ટ-મૅચ દરમ્યાન કિવી ટીમ માટે નવ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 10:51 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK