બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના પહેલી ઇનિંગ્સના ૨૮૬ રનના સ્કોર સામે યજમાન વેસ્ટ ઇન્ડીઝ ૭૩.૨ ઓવરમાં ૨૫૩ રને ઑલઆઉટ થયું હતું.
ડ્રોન નજીક આવતાં જ આ અજ્ઞાત ડૉગ ઊભી પૂંછડીએ મેદાન છોડીને ભાગ્યો હતો.
ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે ગ્રેનેડાના મેદાન પર બ્લૅક ડૉગની એન્ટ્રીથી ઑલમોસ્ટ ત્રણ મિનિટ સુધી રમત રોકવી પડી હતી. મેદાન પર આમ-તેમ ભાગતા આ ડૉગને ગ્રાઉન્ડ સ્ટાફનો સહારો લીધા વિના ડ્રોનની મદદથી મેદાનની બહાર ભગાડવામાં આવ્યો હતો. ડ્રોન નજીક આવતાં જ આ અજ્ઞાત ડૉગ ઊભી પૂંછડીએ મેદાન છોડીને ભાગ્યો હતો.
બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના પહેલી ઇનિંગ્સના ૨૮૬ રનના સ્કોર સામે યજમાન વેસ્ટ ઇન્ડીઝ ૭૩.૨ ઓવરમાં ૨૫૩ રને ઑલઆઉટ થયું હતું. બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાએ ૬ ઓવરમાં ૧૨ રનના સ્કોર પર ઓપનર્સની બે વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયા પાસે ૪૫ રનની લીડ બચી હતી.

