એક લોકલ T20 મૅચમાં ૩.૫ ઓવરમાં ૨૮ રન આપીને સાત વિકેટ ઝડપી હતી જેમાં તેણે પોતાની અંતિમ ઓવરના પાંચ બૉલમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.
દિગ્વેશ રાઠી
દિલ્હીનો પચીસ વર્ષનો સ્પિનર દિગ્વેશ રાઠી લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમીને IPL 2025માં પોતાના નોટબુક સેલિબ્રેશનને કારણે ચર્ચામાં રહ્યો હતો. આ પ્રકારના સેલિબ્રેશનને કારણે તેને ત્રણ-ચાર વાર લાખો રૂપિયાનો દંડ અને એક મૅચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. તેણે ૧૩ મૅચમાં ૪૨૯ રન આપીને ૧૪ વિકેટ ઝડપી હતી. દિગ્વેશનું શાનદાર પ્રદર્શન લોકલ લેવલે પણ યથાવત્ છે. તેણે હાલમાં એક લોકલ T20 મૅચમાં ૩.૫ ઓવરમાં ૨૮ રન આપીને સાત વિકેટ ઝડપી હતી જેમાં તેણે પોતાની અંતિમ ઓવરના પાંચ બૉલમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. હરીફ ટીમે ૧૪મી ઓવર પહેલાં પાંચ વિકેટે ૧૫૧ રન બનાવ્યા હતા, પણ દિગ્વેશની ઓવરમાં આ ટીમ ૧૫૧ રને જ ઢેર થઈ ગઈ હતી.

