બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ બાદ આ સ્ટેડિયમને ઇન્ટરનૅશનલ ક્રિકેટ-મૅચની યજમાનીથી પણ બાકાત રાખવામાં આવી રહ્યું છે.
IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના વિજયના જશનમાં ભેગી થયેલી ભીડ.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના વિજયના જશનમાં થયેલી નાસભાગ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભવિષ્યમાં આવી ઘટના રોકવા માટે ક્રિકેટ બોર્ડ ગાઇડલાઇન્સ નક્કી કરશે. સચિવ દેવજિત સૈકિયાના નેતૃત્વમાં વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લા અને ખજાનચી પ્રભતેજ સિંહ ભાટિયા સહિતની ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જે ૧૫ દિવસમાં ભવિષ્યના જશનની ઉજવણી માટે ગાઇડલાઇન્સ તૈયાર કરશે.
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ બાદ આ સ્ટેડિયમને ઇન્ટરનૅશનલ ક્રિકેટ-મૅચની યજમાનીથી પણ બાકાત રાખવામાં આવી રહ્યું છે. કર્ણાટક હાઈ કોર્ટે આ મામલાની તપાસ માટે એક નિવૃત્ત જજના કમિશનની રચના પણ કરી છે. આ કેસમાં બૅન્ગલોરની ટીમ અને કર્ણાટક ક્રિકેટ અસોસિએશન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

