Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ચેન્નઈને મજબૂત પંજાબ કિંગ્સ સામે ઘરઆંગણે કમબૅક કરવાનો પડકાર હશે

આજે ચેન્નઈને મજબૂત પંજાબ કિંગ્સ સામે ઘરઆંગણે કમબૅક કરવાનો પડકાર હશે

Published : 03 April, 2026 02:52 PM | Modified : 03 April, 2026 02:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ટીમ એકબીજા સામે એકસરખી મૅચ જીતી છે, પણ ૨૦૨૧થી પંજાબ સામે ચેન્નઈ એક જ મૅચ જીતી શક્યું છે

બે અઠવાડિયાં સુધી મૅચ રમવા માટે અનફિટ મહેન્દ્ર સિંહ ધોની ગઈ કાલે યંગ બૅટર આયુષ મ્હાત્રેને બૅટિંગ-ટિપ્સ આપતો જોવા મળ્યો હતો

બે અઠવાડિયાં સુધી મૅચ રમવા માટે અનફિટ મહેન્દ્ર સિંહ ધોની ગઈ કાલે યંગ બૅટર આયુષ મ્હાત્રેને બૅટિંગ-ટિપ્સ આપતો જોવા મળ્યો હતો


ચેપૉક સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની સાતમી મૅચ રમાશે. મજબૂત પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સને ઘરઆંગણે કમબૅક કરવાનો પડકાર હશે. પંજાબે ગુજરાત ટાઇટન્સ સામે ૩ વિકેટે જીત મેળવીને વિજયી પ્રારંભ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડની ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે ૮ વિકેટે હારી હોવાથી હજી પહેલી જીતની શોધમાં છે.
શ્રેયસ ઐયર અને રિકી પૉન્ટિંગના નેતૃત્વ હેઠળ પંજાબ કિંગ્સને કૂપર કૉનોલીના રૂપમાં ત્રણ નંબરના સ્પૉટ પર મજબૂત દાવેદાર મળ્યો છે. પેસ બોલર વિજય કુમાર વૈશાક, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સહિતનું બોલિંગ-યુનિટ પહેલી મૅચથી આક્રમક દેખાઈ રહ્યું છે. એમ. એસ. ધોની, ડેવાલ્ડ બ્રેવિસ સહિતના પ્લેયર્સની ઇન્જરી વચ્ચે ચેન્નઈની ટીમ લય શોધવાનો પ્રયાસ કરશે. ઘરઆંગણે આ ટીમને બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ સહિતના તમામ વિભાગોમાં નોંધપાત્ર સુધારા કરવાની જરૂર પડશે.
બન્ને ટીમ એકમેક સામે એકસરખી મૅચ જીતી છે. જોકે ૨૦૨૧થી બન્ને વચ્ચે ૯ મૅચ રમાઈ છે એમાંથી ચેન્નઈ પંજાબને માત્ર ૨૦૨૪ની એકમાત્ર મૅચમાં હરાવી શક્યું છે. ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈની ટીમ ૮૧માંથી બાવન મૅચ જીતી છે. ૨૯ મૅચમાં હાર મળી હતી. પંજાબને આ મેદાન પર ૧૧માંથી ૬ મૅચમાં જીત અને પાંચમાં હાર મળી છે. બન્ને વચ્ચે આ મેદાન પર ૮ ટક્કર થઈ છે અને બન્ને ૪-૪ મૅચ જીત્યા છે. 

ગયા સીઝનની તળિયાની ટીમ ચેન્નઈ ઘરઆંગણાની ગયા વર્ષની ૬માંથી માત્ર શરૂઆતની મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ જીતી શકી હતી. છેલ્લી પાંચ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બન્ને ટીમનો હેડ ટુ હેડ રેકૉર્ડ 
મૅચ - ૩૨
ચેન્નઈની જીત - ૧૬  
પંજાબની જીત - ૧૬ 


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK