ગ્રુપ-Bની આ બન્ને ટીમ માટે આજની મૅચ નૉક-આઉટ સમાન રહેશે
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જોસ બટલર, અફઘાનિસ્તાનનો કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી
ઑસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર નોંધાવવા છતાં હારથી દુખી ઇંગ્લૅન્ડની ટક્કર આજે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ડાર્ક હૉર્સ સમાન અફઘાનિસ્તાન સામે થશે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મૅચ હારેલી આ બન્ને ટીમ માટે આજની મૅચ નૉક-આઉટ સમાન બની રહેશે, કારણ કે રદ્દ થયેલી મૅચથી સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાએ ૩-૩ પૉઇન્ટ સાથે ગ્રુપ-Bમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
આ બન્ને ટીમ માત્ર લિમિટેડ ઓવર્સની ICC ઇવેન્ટમાં જ એકબીજા સામે રમી છે. બન્ને ટીમ T20 વર્લ્ડ કપ અને વન-ડે વર્લ્ડ કપમાં ૩-૩ વાર ટકરાઈ છે. અફઘાનિસ્તાન છમાંથી માત્ર એક છેલ્લી મૅચ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન દિલ્હીમાં જીત્યું હતું.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડે પાકિસ્તાની મૂળના સ્પિનરને કેમ ટીમમાં કર્યો સામેલ?
ઇંગ્લૅન્ડે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાની મૂળના ૨૦ વર્ષના સ્પિનર રેહાન અહમદને સ્ક્વૉડમાં સામેલ કર્યો છે. પગના અંગૂઠામાં ઇન્જરીને કારણે ઑલરાઉન્ડર બ્રાયન કાર્સને ગુમાવ્યા બાદ ઇંગ્લૅન્ડને આ ફેરફાર કરવો પડ્યો છે. ૬ વન-ડે મૅચ રમેલા રેહાન અહમદનો ટીમમાં સમાવેશ અનુભવી સ્પિનર આદિલ રશીદ માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.
|
ગ્રુપ-Bનું પૉઇન્ટ્સ-ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
સાઉથ આફ્રિકા |
૨ |
૧ |
૦ |
૧ |
+૨.૧૪૦ |
૩ |
|
ઑસ્ટ્રેલિયા |
૨ |
૧ |
૦ |
૧ |
+૦.૪૭૫ |
૩ |
|
ઇંગ્લૅન્ડ |
૧ |
૦ |
૧ |
૦ |
-૦.૪૭૫ |
૦ |
|
અફઘાનિસ્તાન |
૧ |
૦ |
૧ |
૦ |
-૨.૧૪૦ |
૦ |


