આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ (ન્યુ ઝીલૅન્ડ) મર્યાદિત સંખ્યાના પ્લેયર્સની પ્રતિભાનો કેટલો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓ ચોક્કસપણે વિશ્વની શ્રેષ્ઠ ફીલ્ડિંગ ટીમ છે.
વિરાટ કોહલી
ચોથી વાર ICC ટાઇટલ જીતનાર વિરાટ કોહલી ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાના મિત્ર કેન વિલિયમસનને યાદ કરવાનું ભૂલ્યો નહોતો. ફાઇનલમાં ૧૧ રને આઉટ થયા બાદ સ્નાયુઓ ખેંચાવાને કારણે વિલિયમસન ભારતની બૅટિંગ સમયે ફીલ્ડિંગ કરવા મેદાનમાં આવી શક્યો નહોતો. મૅચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘મારા એક ખૂબ જ સારા મિત્રને હારતો જોઈને દુઃખ થાય છે, પરંતુ હું ઘણી વખત હારતી ટીમમાં રહ્યો છું ત્યારે તે વિજેતા ટીમમાં હતો. અમારી વચ્ચે ફક્ત પ્રેમ છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ (ન્યુ ઝીલૅન્ડ) મર્યાદિત સંખ્યાના પ્લેયર્સની પ્રતિભાનો કેટલો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓ ચોક્કસપણે વિશ્વની શ્રેષ્ઠ ફીલ્ડિંગ ટીમ છે.’
ચૅમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ કઈ વાતથી નારાજ છે યજમાન પાકિસ્તાન?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દુબઈમાં ટુર્નામેન્ટના સમાપન સમારોહ દરમ્યાન તેમના ચૅમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ ડાયરેક્ટર સુમેર અહમદ સૈયદની અવગણના કરવા બદલ ICC સમક્ષ પોતાનો વિરોધ નોંધાવશે. વ્યસ્ત હોવાને કારણે યજમાન પાકિસ્તાન બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી દુબઈ આવી શક્યા નહોતા, પણ યજમાન હોવા છતાં સમાપન સમારોહમાં કોઈ પાકિસ્તાની અધિકારી ન હોવાથી પાકિસ્તાન ક્રિકેટમાં ખલબલી મચી છે. પોડિયમ પર ICC ચૅરમૅન જય શાહ સહિત ભારત અને ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના જ અધિકારીઓની હાજરી જોવા મળી હતી.

