આતશબાજી અને સંગીત પર્ફોર્મન્સ સિવાય કોઈ ખાસ વાત જોવા નહોતી મળી. ઇવેન્ટમાં કોઈ ટીમના કૅપ્ટને હાજરી આપી નહોતી.
પાકિસ્તાને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ સેરેમની યોજી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ૧૯૯૬ના વર્લ્ડ કપનાં ૨૯ વર્ષ બાદ પોતાની ધરતી પર ICCની મોટી ઇવેન્ટની યજમાની કરી રહ્યું છે, પણ એની શરૂઆત નીરસ રહી છે. ૧૬ ફેબ્રુઆરીએ એક સાધારણ ઇવેન્ટ દ્વારા પાકિસ્તાને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ સેરેમની યોજી હતી. પાકિસ્તાનના લાહોર ફોર્ટ ખાતે યોજાયેલી ઇવેન્ટમાં ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમના પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ICCના અધિકારીઓ હાજર રહ્યા હતા. આતશબાજી અને સંગીત પર્ફોર્મન્સ સિવાય કોઈ ખાસ વાત જોવા નહોતી મળી. ઇવેન્ટમાં કોઈ ટીમના કૅપ્ટને હાજરી આપી નહોતી.

