Champions Trophy 2025: રવિ શાસ્ત્રીએ એવો અંદાજો વ્યક્ત કર્યો કે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 પહેલા પાકિસ્તાન એક ખતરનાક ટીમ બની શકે છે. આ ટીમ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને ઑસ્ટ્રેલિયા સામે સતત ત્રણ ODI સિરીઝ જીતીને આવી છે.
રવિ શાસ્ત્રી (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે ટીમ ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ એક ચિંતા વ્યક્ત કરી
- ઑસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પૉન્ટિંગે પાકિસ્તાનના ઘાતક પેસ આક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
- પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યુઝીલૅન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની શરૂઆત કરશે
પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યુઝીલૅન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની શરૂઆત કરશે અને 23 ફેબ્રુઆરીએ દુબઈમાં કટ્ટર હરીફ ભારત સામે રમશે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 યોજવા જઈ રહી છે. જોકે ભારત પાડોશી દેશ ન હતા બધી મૅચ દુબઈમાં રમશે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે ટીમ ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ એક ચિંતા વ્યક્તિ કરી છે. તેમણે એવું કહ્યું કે આ ટુર્નામેન્ટમાં ભારત કે ઑસ્ટ્રેલિયા નહીં પણ આ ટીમ સૌથી ખતરનાક બની શકે છે. રવિ શાસ્ત્રીએ એવો અંદાજો વ્યક્ત કર્યો કે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 પહેલા પાકિસ્તાન એક ખતરનાક ટીમ બની શકે છે. આ ટીમે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને ઑસ્ટ્રેલિયા સામે સતત ત્રણ ODI સિરીઝ જીત્યા બાદ યજમાન પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માં પ્રવેશ કર્યો છે.
"મને લાગે છે કે પાકિસ્તાન એવી ટીમ છે જેણે છેલ્લા છ થી આઠ મહિનામાં સફેદ બૉલ ક્રિકેટમાં સારું પ્રદર્શન આપ્યું છે, ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં, મજબૂત પ્રદર્શન કર્યું હતું," રવિ શાસ્ત્રીએ ICC રિવ્યૂમાં જણાવ્યું હતું. સૈમ અયુબ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 નથી રમવાનો તેમ છતાં રવિ શાસ્ત્રીને પાકિસ્તાન ટીમ પર હજી પણ વિશ્વાસ છે. "અયુબ ચૂકી ગયો છે. તે એક મહત્ત્વપૂર્ણ ખેલાડી છે, પરંતુ પાકિસ્તાન પાસે ખતરનાક બનવા માટે ટીમમાં પૂરતી ઊંડાઈ છે, ખાસ કરીને ઘરઆંગણાની સ્થિતિમાં. હું કહીશ કે તેઓએ સેમિફાઇનલ માટે ક્વૉલિફાય થવું જોઈએ."
ADVERTISEMENT
પાકિસ્તાનના ટીમ સંયોજનને જોતાં, રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમે નોકઆઉટ તબક્કામાં પહોંચવું જોઈએ. "પાકિસ્તાન હજુ પણ ખૂબ જ ખતરનાક છે, અને જો તેઓ ક્વૉલિફાય થાય છે, તો તેઓ બમણા વધુ ખતરનાક બનશે." શાસ્ત્રીના વિચારોને સમર્થન આપતા, ઑસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પૉન્ટિંગે પાકિસ્તાનના ઘાતક પેસ આક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ અને મોહમ્મદ હસનૈન છે.
"હું રવિ સાથે સંમત છું. સૈમ અયુબ એક ઉચ્ચ ગુણવત્તાવાળો ખેલાડી છે, અને તેની ગેરહાજરી ભરવા માટે એક મોટી ખાલી જગ્યા છે. પરંતુ પાકિસ્તાનની ફાસ્ટ બૉલિંગ બ્રિગેડ ખૂબ જ સારી છે. શાહીન આફ્રિદી અને નસીમ શાહના નેતૃત્વમાં, જેઓ તાજેતરની સિરીઝમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેમની પાસે કોઈપણ બૅટિંગ લાઇન-અપને મુશ્કેલીમાં મૂકવાની ગતિ અને કુશળતા છે."
દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી, જ્યાં તેણે સતત ત્રણ અર્ધશતક ફટકારી હતી, ભૂતપૂર્વ સુકાની બાબર આઝમનું ફોર્મ ઘટ્યું છે. પૉન્ટિંગે કહ્યું કે તેનું ફોર્મ પાકિસ્તાન માટે મહત્ત્વપૂર્ણ રહેશે. "બાબર તાજેતરના વર્ષોમાં થોડો ઉતાર-ચઢાવનો રહ્યો છે, પરંતુ જો તે અને મોહમ્મદ રિઝવાન પોતાની એ-ગેમ્સ લાવી શકે, તો પાકિસ્તાન અતિ ખતરનાક બની જાય છે.” "તેમની પાસે હજુ પણ પૂરતા ઉચ્ચ-ગુણવત્તાવાળા ખેલાડીઓ છે જે કોઈપણ દિવસે કોઈપણ ટીમને હરાવી શકે છે. જો તેઓ સારું રમશે, તો તેઓ તેમાં યોગ્ય રહેશે."


