૧૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ ચૅમ્પિયન ટ્રોફી ૨૦૨૫ના યજમાન દેશ પાકિસ્તાનથી ટ્રોફી-ટૂર શરૂ થઈ હતી. ૭ દેશોમાં ટૂર કરીને આ ટ્રોફી ફરી પાકિસ્તાન પહોંચી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન્સ મિસ્બાહ-ઉલ-હક અને ઇન્ઝમામ-ઉલ-હક લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટ્રોફી લઈને આવ્યા હતા.
૧૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ ચૅમ્પિયન ટ્રોફી ૨૦૨૫ના યજમાન દેશ પાકિસ્તાનથી ટ્રોફી-ટૂર શરૂ થઈ હતી. ૭ દેશોમાં ટૂર કરીને આ ટ્રોફી ફરી પાકિસ્તાન પહોંચી છે. ૨૦૨૫ની ૨૬ જાન્યુઆરીએ ભારતમાં આ ટ્રોફી-ટૂર સમાપ્ત થઈ હતી. ૭ દેશના ક્રિકેટ ફૅન્સના ઉત્સાહ અને આતુરતાની સાક્ષી બનેલી આ ટ્રોફી હાલમાં પહેલી વાર પાકિસ્તાનના અપગ્રેડેટ સ્ટેડિયમમાં જોવા મળી છે.
લાહોરના અપગ્રેડ ગદ્દાફી સ્ટેડિયમમાં ત્રિકોણીય વન-ડે સિરીઝની પહેલી મૅચ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન્સને હૉલ ઑફ ફેમથી સન્માનિત કર્યા હતા. એ જ ભૂતપૂર્વ કૅપ્ટન્સ મિસ્બાહ-ઉલ-હક અને ઇન્ઝમામ-ઉલ-હક મૅચ પહેલાં સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી લઈને આવ્યા હતા.
