એજબૅસ્ટન ટેસ્ટ-મૅચમાં ૧૦ વિકેટ ઝડપીને તેણે પોતાની ટેસ્ટ-કરીઅરની બેસ્ટ બોલિંગની સિદ્ધિ પોતાની કૅન્સરપીડિત બહેનને સમર્પિત કરી હતી
આકાશ દીપે ગઈ કાલે તેની બહેન અને જીજા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.
ઇંગ્લૅન્ડની ટૂર પર ૨૮ વર્ષના ફાસ્ટ બોલર આકાશ દીપે ત્રણ ટેસ્ટ-મૅચમાં ૧૩ વિકેટ ઝડપી હતી. એજબૅસ્ટન ટેસ્ટ-મૅચમાં ૧૦ વિકેટ ઝડપીને તેણે પોતાની ટેસ્ટ-કરીઅરની બેસ્ટ બોલિંગની સિદ્ધિ પોતાની કૅન્સરપીડિત બહેનને સમર્પિત કરી હતી. બિહારમાં જન્મેલો આ ક્રિકેટર જ્યારે ઇંગ્લૅન્ડની ટૂર સમાપ્ત કરીને ઘરે પહોંચ્યો ત્યારે તે જ બહેન અખંડ જ્યોતિ સિંહે તેનું હીરોની જેમ સ્વાગત કર્યું હતું. આકાશ દીપે ગઈ કાલે તેની બહેન અને જીજા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.


