ટુર્નામેન્ટનું આ ૧૦મું વર્ષ છે
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં આજે ધરતી જોષી અને સપોર્ટરો દ્વારા બ્રાહ્મણ’સ પ્રીમિયર લીગ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનું આ ૧૦મું વર્ષ છે જેમાં શ્રી ઔદીચ્ય બસિયા બ્રાહ્મણ (પરશુરામ), શ્રી ઔદીચ્ય સાઠા સુપર કિંગ્સ, શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, શ્રી સિમ્બર ઔદીચ્ય બ્રાહ્મણ BYS, ઈડર ઔદીચ્ય 45 બ્રાહ્મણ મુદેટી પંચ અને શ્રી ઔદીચ્ય સાઠા બ્રાહ્મણ એમ કુલ છ ટીમ વચ્ચે ચૅમ્પિયન બનવા જંગ જામશે. પાંચ-પાંચ ઓવરની આ ટુર્નામેન્ટમાં ગયા વર્ષે ઔદીચ્ય 76 બ્રાહ્મણ સમાજ ટીમ ચૅમ્પિયન બની હતી.


