તે ચોથી અને પાંચમી વન-ડેમાંથી બહાર થયો છે.
કૅમરન ગ્રીન
ઑસ્ટ્રેલિયાનો પચીસ વર્ષનો ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન પીઠની ઈજાને કારણે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી વન-ડે દરમ્યાન ૪૫ રન બનાવીને બે વિકેટ લેનાર આ ઑલરાઉન્ડરને પીઠમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. લંડનમાં તેનું સ્કૅનિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેને ઈજા હોવાનું બહાર આવ્યું છે જેને કારણે તે ચોથી અને પાંચમી વન-ડેમાંથી બહાર થયો છે.
ભારતીય ટીમ સામેની રોમાંચક બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં કાંગારૂઓ માટે આ સૌથી મોટો ફટકો છે, કારણ કે ભારત સામે બાવીસ નવેમ્બરથી શરૂ થતી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં આ ઇન્જર્ડ ઑલરાઉન્ડર રમી શકશે કે નહીં એના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ભારત સામે રમેલી સાત ટેસ્ટમાં તેણે એક સેન્ચુરી અને એક ફિફ્ટીની મદદથી ૪૦૨ રન ફટકાર્યા છે. આ દરમ્યાન તેણે બે વિકેટ પણ ઝડપી છે.