Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત બાવીસ વન-ડે જીતીને બનાવ્યો નવો વર્લ્ડ રેકૉર્ડ

ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત બાવીસ વન-ડે જીતીને બનાવ્યો નવો વર્લ્ડ રેકૉર્ડ

05 April, 2021 01:32 PM IST | Mount Maunganui
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડને ૬ વિકેટે હરાવીને ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં લીધી ૧-૦ની લીડ

ઐતિહાસિક જીત બાદ ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ

ઐતિહાસિક જીત બાદ ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ


માઉન્ટ મૌનગૅન્યુમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ટીમ વચ્ચે રમાયેલી ત્રણ વન-ડે મૅચમાંની પહેલી વન-ડે ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટે જીતીને સિરીઝમાં ૧-૦ની લીડ લીધી હતી. આ જીત સાથે ઑસ્ટ્રેલિયન મહિલા ટીમે સતત બાવીસમી વન-ડે જીતીને, રિકી પૉન્ટિંગનો સતત ૨૧ વન-ડે મૅચ જીતવાનો રેકૉર્ડ તોડીને ઇતિહાસ રચ્યો હતો.

ન્યુ ઝીલૅન્ડ પાસેથી મળેલા ૨૧૩ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે સારા ટીમવર્કનું ઉદાહરણ આપ્યું હતું. રિચેલ હેઇન્સ ૧૪ રને આઉટ થયા બાદ કૅપ્ટન મેગ લૅનિંગ માત્ર પાંચ રને આઉટ થઈ હતી. ત્યાર બાદ ઓપનર ઍલિસા હેલી અને એલિસા પેરી વચ્ચે ત્રીજી વિકેટ માટે ૭૮ રનની ભાગીદારી થઈ હતી. હેલીએ ટીમ માટે સૌથી વધારે ૬૫ રન બનાવ્યા હતા. તેણે ૬૮ બૉલમાં સાત ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. ઍલિસા પેરીએ ૭૯ બૉલમાં સાત ચોગ્ગા વડે અણનમ ૫૬ રન જ્યારે ઍશ્લિઘ ગાર્ડનરે ૪૧ બૉલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર વડે અણનમ ૫૩ રન બનાવ્યા હતા. બેથ મુની માત્ર ૧૨ રને આઉટ થઈ હતી. ટીમે આ ટાર્ગેટ માત્ર ૩૮.૩ ઓવરમાં હાંસલ કર્યો હતો. ઑસ્ટ્રેલિયન બોલર મેગન શુટને ચાર વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.



ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. ન્યુ ઝીલૅન્ડની ઓપનર લૉરેન ડાઉને સૌથી વધુ ૧૩૪ બૉલમાં ૯૦ રન બનાવ્યા હતા. ત્યાર બાદજ ઍમિલિયા કેરે સૌથી વધારે ૩૩ અને કૅપ્ટન ઍમી સૅટર્થવેટે ૩૨ રન કર્યા હતા. આ ત્રણ ખેલાડીઓ આઉટ થયા બાદ ટીમની એક પણ પ્લેયર ૧૫ રનનો આંક પાર નહોતી કરી શકી. બન્ને દેશ વચ્ચે બીજી મૅચ ૭ એપ્રિલે રમાશે.


 

ક્રિકેટજગતમાં સતત વન-ડે મૅચ જીતવાના રેકૉર્ડ


ટીમ                                    મૅચ    વર્ષ

ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ     ૨૨   ૨૦૧૮-’૨૧

ઑસ્ટ્રેલિયન મેન્સ ટીમ         ૨૧   ૨૦૦૩

ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ     ૧૭   ૧૯૯૭-’૯૯

ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ     ૧૬   ૧૯૯૯-૨૦૦૦

ઇન્ડિયન વિમેન્સ ટીમ         ૧૬   ૨૦૧૬-’૧૭

 

ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમની સતત ૨૨ જીત

વિરોધી ટીમ                  જીત

ભારત                           ૩-૦

પાકિસ્તાન                    ૩-૦

ન્યુ ઝીલૅન્ડ                   ૩-૦

ઇંગ્લૅન્ડ                       ૩-૦

વેસ્ટ ઇન્ડીઝ                ૩-૦

શ્રીલંકા                       ૩-૦

ન્યુ ઝીલૅન્ડ                 ૩-૦

ન્યુ ઝીલૅન્ડ                ૧-૦ (વર્તમાન સિરીઝ)

નોંધ - ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમનો આ ઐતિહાસિક વિજયરથ ૨૦૧૮ની ૧૨ માર્ચથી શરૂ થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2021 01:32 PM IST | Mount Maunganui | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK