ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ચાર સદી ફટકારવાને કારણે માર્નસ લબુશેન સ્ક્વૉડમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે
કૅમરન ગ્રીન, માર્નસ લબુશેન
ભારત સામે રવિવારથી શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાની સ્ક્વૉડમાં શુક્રવારે ઇન્જર્ડ ઑલરાઉન્ડર કૅમરન ગ્રીનનું સ્થાન માર્નસ લબુશેન લેશે. ગ્રીન હાથમાં દુખાવાના કારણે સિરીઝમાંથી બહાર રહેશે, કારણ કે સિલેક્ટર્સ આવતા મહિને શરૂ થનારી ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં કોઈ જોખમ લેવા તૈયાર નથી. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ચાર સદી ફટકારવાને કારણે માર્નસ લબુશેન સ્ક્વૉડમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે.
વિકેટકીપર-બૅટર્સ જોશ ઇંગ્લિસ અને ઍલેક્સ કૅરી પણ ઇન્જરીને કારણે જ્યારે સ્પિનર ઍડમ ઝામ્પા પારિવારિક કારણોસર પર્થમાં આયોજિત પહેલી વન-ડે મૅચ માટે ઉપલબ્ધ નથી. બૅકઅપ પ્લેયર તરીકે વન-ડે સ્ક્વૉડમાં વિકેટકીપર-બૅટર જોશ ફિલિપ અને સ્પિનર મૅથ્યુ કુહનેમૅનને સ્થાન મળ્યું છે.


