૧૯૩૪-’૩૫માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની મહિલા જગતની પહેલી ટેસ્ટ-સિરીઝની ૯૦મી ઍનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે પણ આ મૅચ રમાઈ રહી છે.
વિકેટની ઉજવણી કરતી ઑસ્ટ્રેલિયન વિકેટકીપર બેથ મૂની અને અલાના કિંગ.
વિમેન્સ ઍશિઝ ૨૦૨૫ના ભાગરૂપે ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. આ ટેસ્ટ-મૅચ ઐતિહાસિક છે, કારણ કે MCGના મેદાન પર આ પહેલવહેલી પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ છે. વર્ષ ૧૯૪૯ બાદ પહેલી વાર એટલે કે ૨૧મી સદીમાં પહેલી વાર આ મેદાન પર વિમેન્સ ટેસ્ટ-મૅચ રમાઈ રહી છે. ૧૯૩૪-’૩૫માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની મહિલા જગતની પહેલી ટેસ્ટ-સિરીઝની ૯૦મી ઍનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે પણ આ મૅચ રમાઈ રહી છે.
ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૭૧.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ દિવસના અંતે બાવીસ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૫૬ રન કર્યા હતા.
ADVERTISEMENT
વન-ડે અને T20 સિરીઝ જીતીને ઑસ્ટ્રેલિયન ટીમે વિમેન્સ ઍશિઝ ૨૦૨૫ની ટ્રોફી પર કબજો કર્યો છે. આ એકમાત્ર ટેસ્ટ જીતીને કાંગારૂ ટીમ અજેય રહેવાનો પ્રયાસ કરશે.


