૩૬ વર્ષના સ્ટીવ સ્મિથે ઑસ્ટ્રેલિયા માટે ૪૦ ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન્સી કરી છે જેમાંથી ૨૩માં જીત અને ૧૦માં હાર મળી છે અને અન્ય સાત મૅચ ડ્રૉ રહી છે
સ્મિથ
ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે આગામી ૨૧ નવેમ્બરથી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થશે. પર્થ સ્ટેડિયમમાં આયોજિત પહેલી મૅચમાં અનફિટ પૅટ કમિન્સના સ્થાને સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથ ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. બન્ને ટીમના પ્લેયર્સ આ પ્રતિષ્ઠિત ટેસ્ટ-સિરીઝ માટે નેટ-સેશનમાં પરસેવો પાડી રહ્યા છે.
૩૬ વર્ષના સ્ટીવ સ્મિથે ઑસ્ટ્રેલિયા માટે ૪૦ ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન્સી કરી છે જેમાંથી ૨૩માં જીત અને ૧૦માં હાર મળી છે અને અન્ય સાત મૅચ ડ્રૉ રહી છે. જોકે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં કૅપ્ટન તરીકે સ્ટીવ સ્મિથ અપરાજિત રહ્યો છે. કૅપ્ટન સ્ટીવ સ્મિથ આ સિરીઝમાં ૬માંથી પાંચ મૅચ જીત્યો છે. અન્ય એક મૅચ ડ્રૉ રહી હતી. ૨૦૧૭-’૧૮માં કાંગારૂઓ તેની કૅપ્ટન્સીમાં જ ઍશિઝ જીત્યા હતા.


