છેલ્લી પાંચ ICC ટુર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયાની બન્ને ટીમોને મળી રહી છે હાર
૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપની ટ્રોફીનો અનાદર
ઑસ્ટ્રેલિયાની ટીમ ICC ટુર્નામેન્ટ્સની સૌથી સફળ ટીમ છે. ત્રણેય ફૉર્મેટની ICC ટુર્નામેન્ટમાં કાંગારૂઓની મેન્સ ટીમ ૧૦ અને વિમેન્સ ટીમ ૧૨ ટ્રોફી જીતી છે. જોકે છેલ્લાં બે વર્ષમાં બન્ને ટીમો ICC ટુર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં ફેલ થઈ રહી છે. છેલ્લે ઑસ્ટ્રેલિયાની મેન્સ ટીમ ભારત સામે અમદાવાદમાં નવેમ્બરમાં ૨૦૨૩નો વન-ડે વર્લ્ડ કપ જીતી ત્યારે ઑલરાઉન્ડર મિચલ માર્શનો ટ્રોફી પર પગ મૂકેલો ફોટો વાઇરલ થયો હતો. વર્લ્ડ કપ ટ્રોફીના આ અનાદર બાદ કાંગારૂઓને મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં ટાઇટલની નજીક પહોંચીને પણ ચૅમ્પિયન બનવાનું માન નથી મળ્યું.
છેલ્લી પાંચ ICC ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાનું પ્રદર્શન
મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪ : સુપર-એઇટ રાઉન્ડ દરમ્યાન આઉટ
વિમેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪ : સેમી ફાઇનલમાં હાર
મેન્સ ICC ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ : સેમી ફાઇનલમાં હાર
મેન્સ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫ : ફાઇનલમાં હાર
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૫ : સેમી ફાઇનલમાં હાર


