Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પૅટ કમિન્સ સીધો ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં રમતો જોવા મળશે

પૅટ કમિન્સ સીધો ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં રમતો જોવા મળશે

Published : 03 September, 2025 12:45 PM | IST | Canberra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કમરના દુખાવાને કારણે ન્યુ ઝીલૅન્ડ અને ભારત સામેની વાઇટ-બૉલ સિરીઝમાંથી બહાર થયો

પૅટ કમિન્સ

પૅટ કમિન્સ


ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-કૅપ્ટન પૅટ કમિન્સે આગામી ઍશિઝ ટેસ્ટ-સિરીઝને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. જુલાઈ ૨૦૨૫માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૬૦ ઓવર ફેંક્યા પછી તેને કમરમાં દુખાવો શરૂ થયો હતો. હજી પણ અનફિટ હોવાથી તેણે વધુ આરામ અને રીહૅબ પર ફોકસ કરવાનો નિર્ણય લીધો છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે રમાનારી ઍશિઝ ટેસ્ટ-સિરીઝ માટે ફિટ રહેવા તે ન્યુ ઝીલૅન્ડ અને ભારત સામેની વાઇટ-બૉલ સિરીઝમાંથી દૂર રહેશે. કાંગારૂ ટીમ ઍશિઝ પહેલાં એકથી ચાર ઑક્ટોબર દરમ્યાન ન્યુ ઝીલૅન્ડમાં ત્રણ મૅચની T20 સિરીઝ રમશે, જ્યારે ભારત સામે તેઓ ઘરઆંગણે ત્રણ વન-ડે (૧૯થી ૨૫ ઑક્ટોબર) અને પાંચ T20 (૨૯થી ૮ નવેમ્બર) રમશે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2025 12:45 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK