ત્રીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના ૨૨૫ રન સામે વેસ્ટ ઇન્ડીઝે એક વિકેટે ૧૬ રન બનાવ્યા
વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સ શમર જોસેફે ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૨-૦થી જીત નોંધાવી છે. ગઈ કાલે શરૂ થયેલી ત્રીજી અને કાંગારૂ ટીમે ઘરની બહારની પહેલી પિન્ક બૉલ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. ઑસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ (૪૮ રન) અને કૅમરન ગ્રીન (૪૬ રન)ની ઇનિંગ્સની મદદથી ૭૦.૩ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૨૫ રન બનાવ્યા હતા. દિવસના અંતે યજમાન ટીમે નવ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૬ રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સ શમર જોસેફ (૩૩ રનમાં ચાર વિકેટ), જસ્ટિન ગ્રીવ્સ (૫૬ રનમાં ૩ વિકેટ) અને જેડેન સીલ્સ (૫૯ રનમાં ૩ વિકેટ)ના તરખાટને કારણે ઑસ્ટ્રેલિયાએ ૧૫૭-૩ના સ્કોર બાદ ૬૮ રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી. ૧૦૦મી ટેસ્ટ-મૅચ રમી રહેલા ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ટીમને પાંચમી ઓવરમાં પહેલી સફળતા અપાવી હતી.

