શનિવારે કૅન્ડીના પલ્લેકેલમાં ટક્કર છે, પણ ત્યાં વરસાદ પડવાની સંભાવના ૭૦ ટકા છે
ચાલો ફરી એશિયાના ચૅમ્પિયન બનવા : ભારતીય ખેલાડીઓ બૅન્ગલોરમાં પ્રૅક્ટિસ કરીને કોલંબો પહોંચી ગયા છે. છેલ્લે ૨૦૧૮નો વન-ડેનો અેશિયા કપ ભારત જીત્યું હતું. (તસવીર પી.ટી.આઇ.)
વન-ડેના વર્લ્ડ કપમાં ૧૪ ઑક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થાય એ પહેલાં એશિયા કપમાં બન્ને કટ્ટર દેશ વચ્ચે બેથી ત્રણ મુકાબલા થવાની પાકી સંભાવના છે. એમાંનો પહેલો જંગ શનિવારે કૅન્ડીના પલ્લેકેલમાં થવાનો છે, પરંતુ ગઈ કાલે સાંજે મળેલા શ્રીલંકાની વેધશાળાના અહેવાલ અનુસાર શનિવારે કૅન્ડી સહિત કેટલાક પ્રદેશોમાં વરસાદનો માહોલ છે જે આગામી થોડા દિવસ દરમ્યાન ચાલુ રહી શકે.
યુકે-સ્થિત વેધશાળાએ પણ આગાહી કરી છે કે શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યે ભારત-પાકિસ્તાનની મૅચ શરૂ થાય એ પહેલાં ૨.૩૦ વાગ્યે વરસાદ પડવાની ૭૦ ટકા શક્યતા છે. કૅન્ડી શ્રીલંકાના મધ્ય પ્રાંતમાં આવે અને ત્યાં મેઘરાજા મહેરબાન થવાની સંભાવના વધુ છે.


