પ્લેયર ઑફ ધ મૅચ બનેલા કુલદીપ યાદવના મૅચ-વિનિંગ સ્પેલ બાદ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર કટાક્ષ કર્યો હતો
સંજય માંજરેકર
T20 એશિયા કપ 2025ની UAE સામેની મૅચમાં સ્પિનર કુલદીપ યાદવે ૨.૧ ઓવરમાં માત્ર ૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા કુલદીપ યાદવના મૅચ-વિનિંગ સ્પેલ બાદ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર કટાક્ષ કર્યો હતો. ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટૂર પર કુલદીપને એક પણ મૅચ રમવા નહોતી મળી.
તમામ ફૉર્મેટમાં તેના પ્રભાવશાળી રેકૉર્ડ છતાં તેને બેન્ચ પર બેસાડી રાખવા બદલ ટીમ મૅનેજમેન્ટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેના અસાધારણ પ્રદર્શન માટે જાણીતા કુલદીપનું સ્થાન ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં અનિયમિત જોવા મળે છે, કારણ કે ઘણી વખત ટીમને ઑલરાઉન્ડરની વધુ જરૂર હોય છે. સંજય માંજરેકરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘કુલદીપે એક જ ઓવરમાં ૩ વિકેટ લીધી. હવે તે કદાચ આગામી મૅચમાં નહીં જોવા મળે.’
