એશિયા કપની મૅચ બાદ સિમરનજિત સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શુભમન ગિલ સાથે દુબઈના મેદાન પર થયેલી મુલાકાતનો ફોટો શૅર કર્યો હતો
શુભમન ગિલ અને સિમરનજિત સિંહનું રીયુનિયન
ભારતના T20ના વાઇસ કૅપ્ટન શુભમન ગિલ (નવ બૉલમાં ૨૦ રન)એ બુધવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના સ્પિનર સિમરનજિત સિંહ (ત્રણ બૉલમાં ૬ રન)ની ઓવરમાં વિનિંગ ફોર ફટકારી હતી. એશિયા કપની મૅચ બાદ સિમરનજિત સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શુભમન ગિલ સાથે દુબઈના મેદાન પર થયેલી મુલાકાતનો ફોટો શૅર કર્યો હતો. પંજાબ ક્રિકેટ અસોસિએશનના ટ્રેઇનિંગ-સેશનમાં વર્ષો પહેલાં સિમરનજિત સિંહ ૧૧-૧૨ વર્ષના શુભમન ગિલને નેટ-પ્રૅક્ટિસ કરાવતો હતો. એક દાયકાથી વધુ સમય બાદ બન્ને એકબીજાને સામસામે મળીને ખુશ જોવા મળ્યા હતા.
પંજાબના સિમરનજિત સિંહે ૨૦૨૧થી UAEમાં પોતાની ક્રિકેટ-કરીઅરને આગળ વધારી હતી.
