Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન વાઇસ-કૅપ્ટન ઍશ્ળી ગાર્ડનરની સમલૈગિંક પાર્ટનરે બેવફાઈનો આરોપ લગાવ્યો

ઑસ્ટ્રેલિયન વાઇસ-કૅપ્ટન ઍશ્ળી ગાર્ડનરની સમલૈગિંક પાર્ટનરે બેવફાઈનો આરોપ લગાવ્યો

Published : 14 July, 2026 11:57 AM | IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોનિકા રાઇટે ઍશ્ળી ગાર્ડનર સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાના એક વેબસાઇટપરના સમાચારની લિન્ક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરી

ઍશ્ળી ગાર્ડનર અને મોનિકા રાઇટ

ઍશ્ળી ગાર્ડનર અને મોનિકા રાઇટ


ઑસ્ટ્રેલિયન મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન ઍશ્ળી ગાર્ડનર વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ 2025 બાદ ઍશ્ળી ગાર્ડનર અને તેની સમલૈગિંક પાર્ટનર મોનિકા રાઇટ અલગ થઈ ગયાં હોવાના અહેવાલ મળ્યા છે. બન્ને ૨૦૨૦માં મળ્યાં, ૨૦૨૪માં સગાઈ થઈ અને એપ્રિલ ૨૦૨૫માં બન્નેએ લગ્ન કર્યાં હતાં.

ગઈ કાલે મોનિકા રાઇટે ઍશ્ળી ગાર્ડનર સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાના એક વેબસાઇટપરના સમાચારની લિન્ક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરીને મોટો ખુલાસો કર્યો. તેણે ઑસ્ટ્રેલિયન ઓપનર જ્યૉર્જિયા વોલનો ફોટો શૅર કરીને લખ્યું કે, ‘આની સાથે મળીને મારી પત્નીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.’




ઑસ્ટ્રેલિયન ઓપનર જ્યૉર્જિયા વોલ

અહેવાલો અનુસાર ગયા વર્ષે ભારતમાં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે ટ્રાવેલ કરવા દરમ્યાન મોનિકા રાઇટને આ બન્નેના ગુપચુપ સંબંધોની જાણ થઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 11:57 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK