Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સવારે રંગેચંગે લગ્ન કર્યાં અને સાંજે છૂટાં પડી ગયાં

સવારે રંગેચંગે લગ્ન કર્યાં અને સાંજે છૂટાં પડી ગયાં

Published : 14 July, 2026 01:44 PM | IST | Una
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર પક્ષનું કહેવું હતું કે જો વિવાહ થયાના તરત બાદ જ જો દુલ્હન સાસરે આવવા તૈયાર નથી તો ભવિષ્યમાં તેમનું વૈવાહિક જીવન ચલાવવું મુશ્કેલ બની જશે

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના અંબોટા નામના ગામમાં એક વિચિત્ર લગ્નસમારંભ થયો. અહીં એક યુગલે રંગેચંગે લગ્ન કર્યાં હતાં અને આખું ગામ એમાં સહભાગી બન્યું. પૂરા રીતરિવાજ અને ધામધૂમથી વરવધૂએ સાત ફેરા લીધા. આ વિવાહ બગલામુખી મંદિરમાં થયા. જોકે ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે લગ્ન પત્યા પછી દુલ્હને પતિ સાથે સાસરે જવાનો ઇનકાર કરી દીધો. વર પક્ષ જ નહીં, કન્યા પક્ષ પણ દુલ્હનને મનાવી-મનાવીને થાક્યો, પણ દુલ્હન ટસની મસ ન થઈ. મામલો પોલીસ પાસે પહોંચ્યો. પોલીસે પણ બન્ને પક્ષો સાથે વાતચીત કરી. વર પક્ષનું કહેવું હતું કે જો વિવાહ થયાના તરત બાદ જ જો દુલ્હન સાસરે આવવા તૈયાર નથી તો ભવિષ્યમાં તેમનું વૈવાહિક જીવન ચલાવવું મુશ્કેલ બની જશે. લાંબી વાતચીત પછી બન્ને પરિવારોએ આપસી સહમતીથી છૂટા પડી જવાનો નિર્ણય લઈ લીધો. કોઈ કાનૂની વિવાદ વિના લગ્નના બંધનને સામાજિક ધોરણે ફોક ગણી લેવામાં આવ્યો. અંબોટા ગામમાં હવે ચર્ચા ચાલી છે કે લગ્ન કરવા તૈયાર થઈ ગયેલી દુલ્હન સાસરે જવા કેમ તૈયાર નહોતી? એનું કારણ શું હતું? 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 01:44 PM IST | Una | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK