Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જીતવા માટે ૫૯૩ રન જોઈતા હતા, પણ ૫૯૨ના સ્કોરે ગાડી અટકી ગઈ

જીતવા માટે ૫૯૩ રન જોઈતા હતા, પણ ૫૯૨ના સ્કોરે ગાડી અટકી ગઈ

Published : 05 July, 2024 07:28 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧ બૉલમાં માત્ર ૧ રન જોઈતો હતો ત્યારે છેલ્લી વિકેટ પડી: કાઉન્ટી ક્રિકેટમાં ૬ વર્ષ પછી મૅચ ડ્રૉ થઈ

કાઉન્ટી ક્રિકેટ

કાઉન્ટી ક્રિકેટ


ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ગઈ કાલે ગ્લેમર્ગન અને ગ્લોસસ્ટરશર વચ્ચે રોમાંચક મૅચ રમાઈ હતી. કાઉન્ટી ચૅમ્પિયનશિપની આ મૅચ જીતવા માટે ગ્લેમર્ગને ચોથી ઇનિંગ્સમાં ૫૯૩ રન બનાવવાના હતા, પરંતુ આ ટાર્ગેટના જવાબમાં એ ૫૯૨ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. જો આ ટાર્ગેટ મેળવી લીધો હોત તો એ કાઉન્ટી ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી મોટી રન-ચેઝ હોત, પરંતુ ગ્લેમર્ગનને ઇતિહાસ રચતા અટકાવવા માટે ગ્લોસસ્ટરશરના વિકેટકીપર જેમ્સ બ્રેસીએ કરિશ્માપૂર્ણ કૅચ લીધો હતો. જોકે તેમણે કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં ચોથી ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. ગ્લેમર્ગનની ૯ વિકેટ પડી ગઈ હતી પણ અંતિમ એક બૉલમાં જીત માટે એક રનની જરૂર હતી. ૬ વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં કોઈ મૅચ ડ્રૉ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 07:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK