IPL 2026માં હવે તે ઓપનર તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદને ધમાકેદાર શરૂઆત અપાવતો જોવા મળશે.
અભિષેક શર્મા
T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીતના થોડા દિવસ પછી ટીમ ઇન્ડિયાના ઓપનર અભિષેક શર્માએ વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શૅર કર્યા અને લખ્યું, ‘જય માતા દી.’ તેનો વર્લ્ડ કપનો પહેલો અનુભવ મિશ્રિત રહ્યો હતો. હૅટ-ટ્રિક ઝીરોના સ્કોરથી શરૂઆત કર્યા બાદ તેણે ફાઇનલ મૅચમાં ૧૮ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. IPL 2026માં હવે તે ઓપનર તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદને ધમાકેદાર શરૂઆત અપાવતો જોવા મળશે.
