ઇન્ડિયા-Aનું નેતૃત્વ રાધા યાદવ કરશે, ૧૫ ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની અહીં પણ ટક્કર થશે
થાઇલૅન્ડની ટ્રેડિશનલ છત્રી સાથે ભારતની રાધા યાદવ અન્ય કૅપ્ટન્સ સાથે ટ્રોફી ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી
થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં આજથી વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2026ની શરૂઆત થશે. ૨૦૨૩માં હૉન્ગકૉન્ગમાં ઇમર્જિંગ એશિયા કપ નામે ઓળખાતી આ ટુર્નામેન્ટની પહેલી સીઝન ભારત બંગલાદેશ સામે જીત્યું હતું. આજે ૧૩ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી ભારત સહિત ૮ ટીમ ૧૫ મૅચમાં ટકરાશે.
ગ્રુપAમાં ઇન્ડિયા-A, પાકિસ્તાન-A, નેપાલ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સની વિમેન્સ ટીમને સ્થાન મળ્યું છે, જ્યારે ગ્રુપ Bમાં યજમાન થાઇલૅન્ડ, મલેશિયા, બંગલાદેશ-A અને શ્રીલંકા-Aનો સમાવેશ છે.
ADVERTISEMENT
આજે સવારે પાકિસ્તાન અને નેપાલની ટક્કર સાથે ટુર્નામેન્ટની શરૂઆત થશે. ભારત આજે રાધા યાદવના નેતૃત્વમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ સામે અભિયાનની શરૂઆત કરશે. ૧૩થી ૧૮ ફેબ્રુઆરી વચ્ચે દરેક દિવસે બે-બે મૅચ સહિત ગ્રુપ-સ્ટેજની ૧૨ મૅચ રમાશે. ૨૦ ફેબ્રુઆરીએ બન્ને ગ્રુપની ટૉપ ટીમો વચ્ચે બે સેમી-ફાઇનલ મૅચ રમાશે, જ્યારે ૨૨ ફેબ્રુઆરીએ ફાઇનલનો જંગ જામશે.
વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2026નું શેડ્યુલ
તારીખ મૅચ સમય
૧૩ ફેબ્રુઆરી પાકિસ્તાન V/s નેપાલ સવારે ૮
૧૩ ફેબ્રુઆરી ભારત V/s UAE બપોરે ૧૨.૩૦
૧૪ ફેબ્રુઆરી મલેશિયા V/s થાઇલૅન્ડ સવારે ૮
૧૪ ફેબ્રુઆરી બંગલાદેશ V/s શ્રીલંકા બપોરે ૧૨.૩૦
૧૫ ફેબ્રુઆરી નેપાલ V/s UAE સવારે ૮
૧૫ ફેબ્રુઆરી ભારત V/s પાકિસ્તાન બપોરે ૧૨.૩૦
૧૬ ફેબ્રુઆરી શ્રીલંકા V/s મલેશિયા સવારે ૮
૧૬ ફેબ્રુઆરી બંગલાદેશ V/s થાઇલૅન્ડ બપોરે ૧૨.૩૦
૧૭ ફેબ્રુઆરી ભારત V/s નેપાલ સવારે ૮
૧૭ ફેબ્રુઆરી પાકિસ્તાન V/s UAE બપોરે ૧૨.૩૦
૧૮ ફેબ્રુઆરી બંગલાદેશ V/s મલેશિયા સવારે ૮
૧૮ ફેબ્રુઆરી શ્રીલંકા V/s થાઇલૅન્ડ બપોરે ૧૨.૩૦
૨૦ ફેબ્રુઆરી સેમી-ફાઈનલ વન સવારે ૮
૨૦ ફેબ્રુઆરી સેમી-ફાઇનલ ટૂ બપોરે ૧૨.૩૦
૨૨ ફેબ્રુઆરી ફાઇનલ બપોરે ૧૨.૩૦


