Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુરમાં બાળકો માટે કામ કરતા NGOમાં પણ ધર્મપરિવર્તન માટે દબાણ

નાગપુરમાં બાળકો માટે કામ કરતા NGOમાં પણ ધર્મપરિવર્તન માટે દબાણ

Published : 21 April, 2026 07:28 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ATSએ પણ NGOને ક્યાંથી ફન્ડિંગ મળતું હતું એની તપાસ શરૂ કરી

પકડાયેલો આરોપી રિયાઝ કાઝી.

પકડાયેલો આરોપી રિયાઝ કાઝી.


નાગપુરમાં ગરીબ બાળકો માટે કામ કરતા એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ના પ્રમુખ વિરુદ્ધ અનેક યુવતીઓના જાતીય શોષણ, ધાર્મિક બળજબરી, બદનક્ષી અને સાઇબર સ્ટોકિંગના આરોપમાં શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ માનકાપુર પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો.

FIR નોંધાયા બાદ NGO શંકાના ઘેરામાં આવી ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે કેસ દાખલ થયા પછી તરત જ આરોપી રિયાઝ કાઝીની ધરપકડ કરવામાં આવી હતી. ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ NGOના બૅકગ્રાઉન્ડ, ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન્સ અને ગરીબ પરિવારોનાં બાળકોને શિક્ષણ આપવાના એના મિશન ઉપરાંતનાં સંભવિત જોડાણોની તપાસ શરૂ કરી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.



મુખ્ય ફરિયાદી ૨૩ વર્ષની મહિલા છે જે સપ્ટેમ્બર ૨૦૨૩થી NGOમાં ઍડ્મિન અને HR હેડ તરીકે કાર્યરત છે. FIR મુજબ આરોપી NGOમાં કામ કરતી યુવતીઓની જાતીય સતામણી કરતો હતો. તેણે યુવતીઓ પર નજર રાખવા નકલી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું હતું. ફીલ્ડ-વિઝિટ દરમ્યાન ચોક્કસ ધર્મની પ્રાર્થનાઓ વાંચવા અને આખા શરીરને ઢાંકતાં ચોક્કસ કપડાં પહેરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ૩ મહિલાઓ ફરિયાદ નોંધાવવા આગળ આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 07:28 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK