Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાવીસ વર્ષની શફાલી વર્માએ ભારત માટે ૧૦૦મી T20 મૅચમાં ફિફ્ટી ફટકારી

બાવીસ વર્ષની શફાલી વર્માએ ભારત માટે ૧૦૦મી T20 મૅચમાં ફિફ્ટી ફટકારી

Published : 20 April, 2026 03:57 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાએ પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી

શફાલી વર્મા

શફાલી વર્મા


ગઈ કાલે ડરબનમાં ભારતની વિમેન્સ ટીમને ૮ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકાએ પાંચ T20 મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૧૪૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે ૧૭.૧ ઓવરમાં બે વિકેટે ૧૪૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભારત માટે ૧૦૦મી T20 મૅચ રમી રહેલી બાવીસ વર્ષની શફાલી વર્માએ ૩૮ બૉલમાં ૫૭ રન કર્યા હતા. તે ૧૫ વર્ષની ઉંમરથી ભારત માટે આ ફૉર્મેટમાં રમી રહી છે. નવોદિત બૅટર અનુષ્કા શર્માએ ૩૧ બૉલમાં ૨૮ રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના ઓપનર્સે ૧૦૬ રનની ભાગીદારી કરીને ટાર્ગેટ-ચેઝ સરળ બનાવી દીધો હતો. લૉરા વૉલ્વાર્ડે ૫૪ રન અને સુન લુસે ૫૭ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 03:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK