અન્ય વ્યક્તિની જેમ હું પણ ધોનીનો ખૂબ મોટો ફૅન છું : એમએસકે પ્રસાદ
ઇન્ડિયાનો ભૂતપૂર્વ સિલેક્ટર એમએસકે પ્રસાદ કહે છે કે હું પણ અન્ય વ્યક્તિની જેમ મહેન્દ્ર સિંહ ધોનીનો ખૂબ જ મોટો ફૅન છું. ધોની વિશે જણાવતાં પ્રસાદે કહ્યું હતું કે ‘જ્યાં સુધી અમારી વાત છે ત્યાં સુધી અમે યુવાનો પર વધુ ફોકસ કરી રહ્યા છીએ. તેઓ લાંબી ગેમ રમી શકે એ માટે તેમને જોઈએ એટલી તક આપી રહ્યા છીએ. માહી તેનો નિર્ણય પોતે લેશે. એક પૅનલ-મેમ્બર તરીકે હું મારી જવાબદારીઓને સાઇડ પર રાખું તો હું પણ અન્ય વ્યક્તિની જેમ ધોનીનો ખૂબ મોટો ફૅન છું. તે બે વર્લ્ડ કપ જીત્યો છે, ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યો છે અને ટેસ્ટમાં નંબર-વન સ્ટેટસ પણ બનાવ્યું છે. તેના પર કોઈ સવાલ ઉઠાવી શકે એમ નથી. તેની કરીઅર વિશે તે પોતે જ નિર્ણય લેશે. સિલેક્ટર્સ તરીકે અમારું કામ આગળ વધીને યુવાનોને પસંદ કરવાનું છે જેથી ગેમને આગળ વધારી શકાય.’