ડિઝની એની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ફૅન્ટસી વર્લ્ડ દર્શાવતી પોતાની પટકથાઓથી જાણીતી ધ વૉલ્ટ ડિઝની કંપનીએ યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં ૩૦ સ્થાનોની યાદી જાહેર કરી છે, જેણે પાછલી સદીમાં તેની ફિલ્મોને ઇન્સ્પાયર કરી છે. આ સ્થાનો અને પ્રોડક્શન્સ દ્વારા બનાવેલા ફોટોગ્રાફ્સની સિરીઝ રજૂ કરવામાં આવી છે, જેથી લોકો વાસ્તવિક વિશ્વની તુલના કરી શકે છે કે ડિઝનીના ફિલ્મનિર્માતાઓ અને ડિઝાઇનરો કેવી રીતે એનો ઉપયોગ કરે છે. ઉદાહરણમાં નૉર્વેજિયન કિલ્લાનો સમાવેશ થાય છે, જેણે ‘ફ્રોઝન’માં કિલ્લાને આંશિક રીતે પ્રેરણા આપી હતી. ધ વૉલ્ટ ડિઝની કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાંચમાંથી બે (૪૨ ટકા) લોકો અજાણ છે કે ઘણી ડિઝની ફિલ્મો અને પાર્ક વાસ્તવિક દુનિયાનાં સ્થળો પર આધારિત છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભવિષ્યની ડિઝની ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા યુકેનાં કયાં સ્થળો જોવા માગે છે ત્યારે યાદીમાં ટોચ પર લેક ડિસ્ટ્રિક્ટ (૧૪ ટકા), લોચ નેસ (૧૦ ટકા) અને એડિનબર્ગ કૅસલ (૧૦ ટકા) હતા.
24 September, 2023 08:30 IST | Paris | Gujarati Mid-day Online Correspondent
તાજેતરમાં ‘ઓશન ફોટોગ્રાફર ઑફ ધ યર’ પુરસ્કારના ફાઇનલિસ્ટ જાહેર થયા હતા, જેમાં કાચબાના બચ્ચાથી માંડીને એક ડૂબી ગયેલા પૅસેન્જર પ્લેનની ભૂતિયા તસવીર પણ હતી. આપણા પૃથ્વીરૂપી સુંદર વાદળી રંગના ગ્રહની દુર્દશાનું પણ અહીં વર્ણન છે. આ સ્પર્ધાને વાઇલ્ડલાઇફ, ઍડ્વેન્ચર અને હ્યુમન કનેક્શન જેવી ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવી હતી. સ્પર્ધાના વિજેતાઓની ઘોષણા સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. એક નજર કેટલાક ફોટોગ્રાફ પર...
23 August, 2023 08:25 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
કોઈ પણ સ્થળે બાય રોડ જવાની મજા જ કંઈક અલગ હોય છે. આસપાસના કુદરતી વાતાવરણને નજીકથી માણી શકો. કેટલાક રોડ તો ખતરનાક વળાંકવાળા હોય અને કેટલાક તો વિશાળ હોય છે. તાજેતરમાં વિશ્વના સૌથી અદ્ભુત રોડના કેટલાક ફોટો બહાર પડવામાં આવ્યા છે
12 July, 2023 10:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આકરી ગરમી અને વરસાદ છતાં લાખોની સંખ્યામાં અમેરિકાવાસીઓએ પોતાનો ૨૪૭મા સ્વાતંત્ર્યદિન ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. ભારે વરસાદને કારણે ન્યુ યૉર્ક શહેરમાં જાણીતી હૉટ ડૉગ ખાવાની સ્પર્ધા અટકાવવાની ફરજ પડી હતી. મિડ-વેસ્ટમાં વાવાઝોડાને કારણે આતશબાજીનો રદ રાખવો પડે એવી સ્થિતિ હતી. જોકે મોટા ભાગનાં સ્થળોએ સરઘસો કોઈ પણ મુશ્કેલી વગર આગળ વધ્યાં હતાં. વૉશિંગ્ટન ડીસીમાં પરેડનું આયોજન કરાયું હતું, જ્યાં તાપમાન ૯૦ ડિગ્રી ફેરનહાઇટ આંબી ગયુ હતું. લોકો છત્રી લઈને સૂર્યના તાપથી બચવાનો પ્રયાસ કરતા હતા. સૂર્યાસ્ત બાદ તાપમાન ઠંડું થતાં હાજર રહેલા લોકોએ આતશબાજીનો આનંદ ઉઠાવ્યો હતો. ફટાકડાઓને કારણે મિશિગન, ઇલિનોઇ અને ટેક્સસમાં મળીને બે જણનાં મોત થયાં હતાં તો એકની હાલત ગંભીર હતી.
06 July, 2023 11:27 IST | Washington | Gujarati Mid-day Correspondent
૨૦૨૩ના ડ્રોન ફોટો અવૉર્ડ્સના સ્પેક્ટેક્યુલર વિનર્સ જાહેર કરવામાં આવ્યા છે. વિનિંગ ફોટોગ્રાફ્સને ઇટલીના સિયેનામાં સૅન ગેલગેનો અબે ખાતે ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવશે. આ કૉન્ટેસ્ટમાં ટૉપ પ્રાઇઝ ઇઝરાયલના ફોટોગ્રાફર ઓર અદર દ્વારા ક્લિક કરવામાં આવેલી વિરોધ-પ્રદર્શન કરનારાઓના ટોળાની ઇમેજને મળ્યું છે. આ કૉમ્પિટિશનમાં ભાગ લેનાર ફોટોગ્રાફર્સ રીતસર તેમની આર્ટને નવી ઊંચાઈએ લઈ ગયા છે. આ વાર્ષિક ઇન્ટરનૅશનલ કૉમ્પિટિશન એરિયલ ફોટોગ્રાફીને સેલિબ્રેટ કરે છે.
24 June, 2023 10:04 IST | Washington | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.