જાણો છો કાળું જમરૂખ પણ હોય છે,જે સ્વાદ અને સેહત માટે છે ઉત્તમ
કાળાં જમરૂખ
મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બજારોમાં કાળા રંગનાં જમરૂખ જાણીતાં નથી. મુંબઈમાં વિદેશથી આયાત કરેલાં ફળો જ્યાં મળતાં હોય છે એ ક્રૉફર્ડ માર્કેટમાં કદાચ કાળાં જમરૂખ મહારાષ્ટ્ર-ગુજરાતની સર્વસામાન્ય જનતામાં જાણીતાં નથી. જોકે કાળાં જમરૂખ દક્ષિણનાં રાજ્યોમાં જોવા મળે છે. મુખ્યત્વે આંધ્ર, કર્ણાટક અને તામિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યોમાં ઊગતાં કાળાં જમરૂખ આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS)ના અધિકારી સુસાંત નંદાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કરેલા વિડિયોમાં કાળાં જમરૂખ સ્વાદિષ્ટ અને શક્તિવર્ધક હોવાનું જણાવ્યું છે. સુસાંત નંદાએ ટ્વિટર પર શૅર કરેલી તસવીરની નીચે લખ્યું છે, ‘મેં ખાધેલા જમરૂખના પ્રકારમાં આ સૌથી સ્વાદિષ્ટ જમરૂખ છે. ફળની ત્વચા ભલે કાળી હોય, અંદરથી તો ટિપિકલ ગુલાબી રંગની ઝાંય પ્રગટે છે.


