Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડનાં નસકોરાંના અવાજમાંથી ગર્લફ્રેન્ડે કરી કમાણી

બૉયફ્રેન્ડનાં નસકોરાંના અવાજમાંથી ગર્લફ્રેન્ડે કરી કમાણી

24 April, 2023 01:25 PM IST | Mexico City
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગર્લફ્રેન્ડને આ અકાઉન્ટમાંથી ૨૫ પાઉન્ડ (અંદાજે ૨૫૫૦ રૂપિયા)ની આવક થઈ છે.

ઍના માલફેર

Offbeat News

ઍના માલફેર


નસકોરાંનો અવાજ ભલભલાની ઊંઘ ઉડાડી દે છે. મેક્સિકો રહેતી ૨૬ વર્ષની ઍના માલફેર ૩૩ વર્ષના તેના બૉયફ્રેન્ડનાં નસકોરાંના અવાજથી પરેશાન હતી. એક વર્ષ અગાઉ બન્ને સાથે રહેવા માટે ગયાં ત્યારથી આ સમસ્યાની શરૂઆત થઈ હતી. ઍના પોતાના બૉયફ્રેન્ડને આ વિશે ફરિયાદ કરતી ત્યારે બૉયફ્રેન્ડ કહેતો કે મારાં નસકોરાંનો અવાજ એટલો ખરાબ નથી. બૉયફ્રેન્ડને ખોટો સાબિત કરવા માટે તેણે તેનાં નસકોરાંનો અવાજ રેકૉર્ડ કર્યો હતો, પરંતુ જ્યારે સાથે મળીને આ વિડિયો જોયો ત્યારે સાંભળવાની ઘણી મજા આવી એથી જ્યારે પણ સમય મળતો ત્યારે અવાજને રેકૉર્ડ કરતી. એક વર્ષ સુધી તેણે બૉયફ્રેન્ડનાં નસકોરાંના અવાજને રેકૉર્ડ કર્યો અને પોતાના કેટલાક સંગીતકાર મિત્રો સાથે મળીને આ અવાજને એક ડિજિટલ મ્યુઝિક આપતી કંપની સ્પૉટિફાય પર અપલોડ કર્યો. ઘણા લોકોએ આ નસકોરાંનો અવાજ માણ્યો હતો. સ્પૉટિફાયમાં આ અકાઉન્ટને સ્નોરિંગ મશીન નામ અપાયું, જેમાં લાઇટ સ્નોરિંગ નામના ટાઇટલનો રેકૉર્ડ થયેલો અવાજ સૌથી વધુ લોકપ્રિય થયો છે. ગર્લફ્રેન્ડને આ અકાઉન્ટમાંથી ૨૫ પાઉન્ડ (અંદાજે ૨૫૫૦ રૂપિયા)ની આવક થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 01:25 PM IST | Mexico City | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK