Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅન્સરગ્રસ્ત પત્ની કીમો થેરપી માટે જાય ત્યારે પતિએ પાટિયા પર લખ્યું આ..

કૅન્સરગ્રસ્ત પત્ની કીમો થેરપી માટે જાય ત્યારે પતિએ પાટિયા પર લખ્યું આ..

10 April, 2020 12:58 PM IST | Mumbai Desk

કૅન્સરગ્રસ્ત પત્ની કીમો થેરપી માટે જાય ત્યારે પતિએ પાટિયા પર લખ્યું આ..

કૅન્સરગ્રસ્ત પત્ની કીમો થેરપી માટે જાય ત્યારે પતિએ પાટિયા પર લખ્યું આ..


અમેરિકાના ટેક્સસ સ્થિત એમ. ડી. ઍન્ડરસન કૅન્સર સેન્ટરની બહાર બહુ લાગણીશીલ થઈ જવાય એવું દૃશ્ય આજકાલ અવારનવાર જોવા મળે છે. કોરોના વાઇરસના રોગચાળાને કારણે હૉસ્પિટલમાં વિઝિટર્સને બેસવા દેવાતા નથી અને એવી જ રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા વૃદ્ધાશ્રમોમાં વડીલોને મળવા માટે તેમનાં સગાંને જવા દેવાતાં નથી. એથી આલ્બર્ટ કૉનોર તેની કૅન્સરગ્રસ્ત પત્ની કૅન્સર સેન્ટરમાં કીમો થેરપી માટે જાય ત્યારે તે એક પ્લૅકાર્ડ હાથમાં પકડીને બેઠો હોય છે. કેલીના દરેક કીમો-સેશન વખતે આલ્બર્ટ તેની સાથે હોય છે, પરંતુ કોરોનાના રોગચાળાને કારણે આજકાલ કેલીના કીમો થેરપી-સેશન દરમ્યાન આલ્બર્ટને અંદર જવા દેવાતો નથી. બહાર બેઠાં-બેઠાં તે પોતાની લાગણી જુદી રીતે વ્યક્ત કરે છે. ત્રણ બાળકોનો પિતા ૪૪ વર્ષનો આલ્બર્ટ હૉસ્પિટલમાં કેલીના કીમો રૂમની બહાર બેઠો હોય ત્યારે તેના હાથમાં પ્લૅકાર્ડ હોય છે. એમાં લખ્યું છે, ‘હું તારી સાથે રહી શકું એમ નથી, પરંતુ હું અહીં જ છું. તને બેહદ ચાહું છું. હૉસ્પિટલના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 12:58 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK