કૉફી સ્માઇલની કૅફેઝમાં આ વિવાદાસ્પદ નવા ઇન્ગ્રીડિઅન્ટની જાહેરાત કરતાં પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં છે
રશિયન કૅફે
રશિયન સિટી પર્મની એક કૅફેની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. એનું કારણ એનું નવું મેનુ છે. પર્મમાં કૅફે ચેઇન કૉફી સ્માઇલની રશિયન સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે કેમ કે એણે લાતે અને કૅપુચીનો જેવી કૉફી પ્રોડક્ટ્સ માટે એક ઇન્ગ્રીડિઅન્ટ તરીકે રિયલ હ્યુમન બ્રેસ્ટ મિલ્કના ઉપયોગની જાહેરાત કરી છે. કૉફી સ્માઇલની કૅફેઝમાં આ વિવાદાસ્પદ નવા ઇન્ગ્રીડિઅન્ટની જાહેરાત કરતાં પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં છે. લોકો એના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. મહદ અંશે આ નવી ફૂડ પ્રોડક્ટ લોકોને પસંદ નથી.


