આ વિડિયો સાચો છે કે ખોટો, ક્યારે આ ઘટના બની હતી એ હજી સ્પષ્ટ નથી થયું,
વાયરલ વીડિયોનો સ્ક્રીન શૉટ
જે વાત સાંભળીને પણ યક્... ફીલ થાય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે. કોઈ યુવતી ચાલતી બસમાં પૅસેન્જરની હાજરીમાં પૉટી કરવા બેસી જાય એ વાત માન્યામાં આવે? પણ એક વિડિયો ફરી રહ્યો છે જેમાં આવું બન્યું છે. અમેરિકાના ન્યુ યૉર્કની આ ઘટના હોવાનું કહેવાય છે. વિડિયોમાં આ યુવતી બસમાં બેઠી છે અને પછી અચાનક ઊભી થઈને સાથે લાવેલી બાલદી અને મોટા ઝોળામાંથી ટૉઇલેટની સીટ અને ટિશ્યુપેપર કાઢે છે. ટિશ્યુપેપરને ઉપરના હૅન્ડલ પર લટકાવે છે અને ડોલની ઉપર સીટ મૂકીને પોતે બેસી જાય છે. સાથે લાવેલા ઝભલા જેવા કાળા કપડાથી તે પોતાને ઢાંકી દે છે. પૉટી પતાવીને બહેન ઉપર લટકાવેલા ટિશ્યુથી સફાઈ પણ કરી નાખે છે. પણ ત્યાં સુધીમાં તો આજુબાજુ બેઠેલા લોકો અકળાઈને ઊભા થઈને ચાલતી પકડી લે છે.
આ વિડિયો સાચો છે કે ખોટો, ક્યારે આ ઘટના બની હતી એ હજી સ્પષ્ટ નથી થયું, પણ ધારો કે આ ડ્રામા પણ રચવામાં આવ્યો હોય તો એય ઘૃણાસ્પદ છે.


