ભારતીય મૂળના મ્યુઝિશ્યન પેડ્ડા પીએ તેના સાથી-સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર માટે ચટણી અને પટેટો મસાલા સાથે ફ્રેશ ઢોસા બનાવ્યા હતા

ભારતીય મૂળના સ્ટુડન્ટે ક્લાસરૂમમાં જ ઢોસા બનાવ્યા
વિદેશમાં સ્ટડી માટે ગયેલા તમામ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ‘માં કે હાથ કા ખાના’ મિસ કરતા હોય છે. ઇન્ડિયન વાનગીઓમાં સ્પાઇસિસનો જે ટેસ્ટ અને સ્મેલ હોય છે એની બીજી કોઈ વાનગીઓ સાથે સરખામણી ન થઈ શકે. જોકે તમે ફૉરેન યુનિવર્સિટીમાં લેક્ચર માટે ક્લાસરૂમમાં બેઠા હો અને તમને તાજી બનાવેલી સાઉથ ઇન્ડિયન વાનગી ખાવા મળે તો? બરાબર એમ જ બન્યું છે.
અમેરિકાની એક કૉલેજમાં એક મૂળ ઇન્ડિયન સ્ટુડન્ટે તેના સાથી સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર માટે ફ્રેશ ઢોસા આપ્યા હતા, જ્યારે તેઓ બધા લેક્ચર અટેન્ડ કરી રહ્યા હતા. ભારતીય મૂળના મ્યુઝિશ્યન પેડ્ડા પીએ તેના સાથી-સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર માટે ચટણી અને પટેટો મસાલા સાથે ફ્રેશ ઢોસા બનાવ્યા હતા. તે સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા એક વિડિયોમાં ક્લાસરૂમમાં જ ઢોસા બનાવતો જોવા મળ્યો હતો. પ્રોફેસરને પણ આશ્ચર્ય થયું હતું અને તેમણે આ સ્ટુડન્ટનો વિડિયો રેકૉર્ડ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આ વિડિયો અમેરિકાની કઈ કૉલેજનો છે એની માહિતી આપવામાં આવી નથી.