બૅન્ગલોરના ટ્રાફિકની વાતો તો બહુ ફેમસ છે, પરંતુ ટ્રાફિકની વચ્ચે ક્યાંક અજાયબીઓ પણ જોવા મળી જાય છે. થોડા દિવસ પહેલાં એક યુવક બાઇકની પાછળ બેઠો હતો જેણે પોતાના માથાને કડાઈથી ઢાંકી લીધું હતું.
હેલ્મેટનું કામ કિચનની કડાઈથી લીધું
બૅન્ગલોરના ટ્રાફિકની વાતો તો બહુ ફેમસ છે, પરંતુ ટ્રાફિકની વચ્ચે ક્યાંક અજાયબીઓ પણ જોવા મળી જાય છે. થોડા દિવસ પહેલાં એક યુવક બાઇકની પાછળ બેઠો હતો જેણે પોતાના માથાને કડાઈથી ઢાંકી લીધું હતું. બાઇક પર પિલ્યન રાઇડરે પણ હાઇવે પર હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. જોકે દરેક બાઇકર પાસે બબ્બે હેલ્મેટ હોય એવું શક્ય નથી. ત્યારે શું જુગાડ કરવો? બૅન્ગલોરના એક જાણીતા રોડ પરનો વિડિયો કર્ણાટક પોર્ટફોલિયો નામના સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી પોસ્ટ થયો છે જેમાં બાઇકની પાછળ એક વ્યક્તિ બેઠી છે જેણે પોતાનું માથું કડાઈથી ઢાંકી દીધું છે.


