ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પોતાનો ચુકાદો આપ્યો ત્યારે રિચર્ડ પ્લાઉડને સપનું ચકનાચૂર થયું હોવાનું જણાયું હતું
પ્રતીકાત્મક તસવીર
આઠ વર્ષની મહેનતથી ૭૦૦,૦૦૦ દિવાસળીઓ જોડીને ૨૩ ફીટ ઊંચો આઇફલ ટાવર બનાવનારા ફ્રેન્ચ કાઉન્સિલ વર્કરનું સ્વપ્ન રોળાઈ ગયું છે, કેમ કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં તેની એન્ટ્રી રિજેક્ટ કરવામાં આવી છે. આ માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે તેણે ખોટા પ્રકારની દિવાસળીનો ઉપયોગ કર્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પોતાનો ચુકાદો આપ્યો ત્યારે રિચર્ડ પ્લાઉડને સપનું ચકનાચૂર થયું હોવાનું જણાયું હતું. તેણે દાવો કર્યો હતો કે જજિસે રેપ્લિકાની મુલાકાત લીધા વિના આ નિર્ણય આપ્યો હતો. રિચર્ડે એક એવી બ્રૅન્ડની દિવાસળીનો ઉપયોગ કર્યો હતો કે જેને સ્ટોરમાંથી ખરીદીને લાવવામાં આવી નહોતી. જજિસનો નિર્ણય નિરાશાજનક અને હતોત્સાહ કરનારો છે એમ રિચર્ડે ધ ટાઇમ્સને જણાવ્યું હતું.

